Akshay Kumar
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારનું ફરી એકવાર ભારતના આવકવેરા વિભાગે દેશમાં હાઇએસ્ટ ટેક્સપેયર તરીકે સન્માન કર્યું હોવાનું માનવામાં આવે છે. અક્ષય કુમારે છેલ્લાં પાંચ વર્ષથી હાઈએસ્ટ ટેક્સપેયરનું સ્થાન જાળવી રાખ્યું છે. તાજેતરમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું છે. આ સન્માનપત્ર ઈન્ટરનેટ પર વાયરલ બન્યું હતું.

ઈન્કમટેક્સ વિભાગ ૨૪ જુલાઈએ ઈન્કમટેક્સ ડે મનાવે છે. આ દિવસે અન્ય કાર્યક્રમો ઉપરાંત કરદાતાઓનું સન્માન પણ કરાયું હતું. તેના ભાગરુપે અક્ષય કુમારને આ પ્રમાણપત્ર અપાયું હતું. જોકે, અક્ષય હાલ એક શૂટિંગ માટે વિદેશમાં હોવાથી તેના વતી તેની ટીમના સભ્યોએ આ પ્રમાણપત્ર સ્વીકાર્યું હતું. તે તરત જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયું હતું.
અક્ષય કુમારની તાજેતરની બચ્ચન પાંડે તથા પૃથ્વીરાજ જેવી ફિલ્મો ફ્લોપ થઈ છે. જોકે તેની પાસે પ્રોજેક્ટસની ખોટ નથી. અક્ષય હાલ એક ફિલ્મમાં કામ કરવાના ૧૦૦ કરોડથી વધારે ચાર્જ કરતો હોવાનું કહેવાય છે. એક જમાનામાં મિથુન ચક્રવર્તીએ વર્ષો સુધી ફિલ્મ ઈંડસ્ટ્રીમાંથી મહત્તમ ટેક્સ આપનારા સ્ટારનું સ્થાન ભોગવ્યું હતું. મિથુન પણ અક્ષય કુમારની જેમ ગુણવત્તાને બાજુ પર મુકી ધડાધડ ફિલ્મો કરવા માટે જાણીતો હતો.