મૂળ ગુજરાતનો અને ઇન્ડિયન ક્રિકેટ ટીમનો સભ્ય અક્ષર પટેલ કોરોનાગ્રસ્ત થયો છે. 9 એપ્રિલથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 શરૂ થાય છે અને અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સની ટીમનો સભ્ય છે. મીડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ ‘અક્ષર અત્યારે આઇસોલેશનમાં છે અને પ્રોટોકોલ્સનું પાલન કરે છે.’
અક્ષર પટેલ અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સનો નીતીશ રાણા અને વાનખેડે સ્ટેડિયમના 8 કર્મચારીઓ પણ સંક્રમિત થયા હતા. મુંબઈમાં 10-25 એપ્રિલ દરમિયાન દિલ્હી કેપ્ટિલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે લીગ મેચ રમાશે. કોરોનાને કારણે મહત્ત્વની મેચો અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.