બિપરજાય વાવાઝોડા પહેલા શનિવાર, 10 જૂને વલસાડ જિલ્લાના તિથલ બીચ પર દરિયામાં ઊંચા મોજા જોવા મળ્યાં હતા. વલસાડ વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલા તરીકે તિથલ બીચ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો હતો. (ANI Photo)

વાવાઝોડુ બિપરજોયે ભયાનક ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણા કર્યું છે અને તે ગુરુવાર, 15 જૂને ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાવાવાની શક્યતા છે. 13થી 15 જૂન વચ્ચે ગુજરાતના સાત જિલ્લામાં હાઇએલર્ટ જારી કરાયો હતો. શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી અને દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

હવામાન કચેરીએ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ચક્રવાત એલર્ટ જાહેર કર્યું હતું સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે દરિયો તોફાની બનવાની અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. કચ્છ, જામનગર, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાઓ 13થી 15 જૂન વચ્ચે  ભારે વરસાદની સંભાવના છે. પવનની ગતિ 150 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે.

હવામાન ખાતાના એલર્ટને પગલે ગુજરાતના આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા કચ્છ-સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોના જિલ્લાઓને હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે.

પોલીસ અને સ્થાનિક તંત્રના તમામ કર્મચારીઓ, અધિકારીઓની રજા રદ કરી દેવાઇ છે અને કાંઠાના તમામ જિલ્લાઓમાં દરિયાકિનારા પરની ગતિવિધિને રોકી દેવામાં આવી છે. બીજી તરફ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તમામ કાંઠાના જિલ્લાઓના કલેક્ટરોને સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા અને કોઇ જાનહાની ન થાય તે માટે જરૂરી તમામ સાવચેતીના પગલાં લેવા સૂચના આપી છે. મુખ્યપ્રધાને આર્મી, નેવી અને કોસ્ટગાર્ડને પણ સ્થાનિક તંત્ર સાથે સંકલન માટે સ્ટેન્ડ બાય રહેવા પણ ચર્ચા કરી છે.

વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના 6 જિલ્લાઓ દ્વારકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર અને જૂનાગઢમાં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રખાયો હતો અને બીજા જિલ્લામાં તેને ટૂંકાવી દેવામાં આવ્યો હતો. કચ્છ અને સૌરાષ્ટ્રના બંદરો પર ચાર નંબરના ભયજનક સિગ્નલો લગાવી દેવાયા છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વાવાઝોડું ક્યાં ટકરાશે તેની માહિતી આપતાં જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ટકરાઇ શકે છે. મુંદ્રાથી લઇને કરાચી સુધીના વિસ્તારમાં ટકરાવવાની સંભાવના છે. પવનની ગતિ 125થી 135 કિમી પ્રતિ કલાકની રહેશે. જે વધીને 150 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્રના કાંઠા પર ૨૫-૩૦ ફૂટ સુધી ઊંચા મોજા ઉછળી શકે એમ છે.

ગુજરાતમાં આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે રાહત અને બચાવ કાર્ય માટે સ્થાનિક વહીવટી તંત્રની સહાયતા માટે ૧૦ જેટલી એનડીઆરએફની ટીમો ઉપરાંત અન્ય એસડીઆરએફની ટીમો તૈનાત કરાઇ છે એમાં એક-એક રાજકોટ, જામનગર, મોરબી, બે ટીમ કચ્છ, એક-એક ટીમ દેવભૂમિ દ્વારકા, દીવ, પોરબંદર, ગીરસોમનાથ, વલસાડમાં એનડીઆરએફની ટીમો ગોઠવી દેવામાં આવી છે.

વાવાઝોડું પોરબંદરથી માત્ર 400 કિમી દૂર છે. આની અસરથી કચ્છ-સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં સોમવારથી પવન અને વરસાદનું જોર વધશે. 12મી જૂને 55થી 65 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 13, 14 જૂને સાંજે 60થી 70 કિમી, 14 જૂને કચ્છ કાંઠે 85 કિમી સુધી પવન ફૂંકાઈ શકે છે. 15મી સવારે 130થી 150 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 15મીએ કચ્છ કાંઠે 12 કલાક સુધી ભારે પવન ફૂંકાઈ શકે છે. 14, 15 જૂને સૌરાષ્ટ્ર કાંઠે પણ 65થી 75 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

વાવાઝોડું પોરબંદરથી માત્ર 400 કિમી દૂર છે. આની અસરથી કચ્છ-સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં સોમવારથી પવન અને વરસાદનું જોર વધશે. 12મી જૂને 55થી 65 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 13, 14 જૂને સાંજે 60થી 70 કિમી, 14 જૂને કચ્છ કાંઠે 85 કિમી સુધી પવન ફૂંકાઈ શકે છે. 15મી સવારે 130થી 150 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 15મીએ કચ્છ કાંઠે 12 કલાક સુધી ભારે પવન ફૂંકાઈ શકે છે. 14, 15 જૂને સૌરાષ્ટ્ર કાંઠે પણ 65થી 75 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

12 જૂનઃ  સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

13 જૂનઃ પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર,  જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની વધારે શક્યતા છે.

14 જૂનઃ અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી,  ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી

15 જૂનઃ દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, સુરત, નવસારી, તાપી, વલસાડ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગરમાં વરસાદની શક્યતા.

LEAVE A REPLY

3 × 4 =