Alia now wants to work in Japanese films
(Photo BY JOHN MACDOUGALL/AFP via Getty Images)

આલિયા ભટ્ટ અત્યારે માતૃત્વનો આનંદ અને અનુભવ માણી રહી છે. ટૂંકી કારકિર્દી હોવા છતાં તેણે બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. તેની મોટાભાગની ફિલ્મો સફળ સાબિત થઇ છે. આલિયાએ ફિલ્મો પછી હવે હોલીવૂડના ડિજિટલ પ્લેટફોર્મ પર પદાર્પણ કર્યું છે. હવે તેને ફક્ત હોલીવૂડ જ નહીં પરંતુ જુદીજુદી વિદેશી ભાષાઓની ફિલ્મમાં પણ કામ કરવાની ઇચ્છા થઇ છે.

આલિયાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેની ઇચ્છા હવે જાપાનીસ ફિલ્મમાં કામ કરવાની છે. આલિયાએ કહ્યુ હતું કે, મને ફક્ત હોલીવૂડ ફિલ્મોમાં જ નહીં પરંતુ દુનિયાના કોઇપણ ખૂણાના વિવિધ અને મનપસંદ વિષયની ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે. મારે સામાન્ય ફિલ્મ કરતાં પડકારરૂપ ભૂમિકા મળતી હોય તેવી ફિલ્મોમાં કામ કરવું છે. મને જાપાનીસ ભાષા બોલવાનું ફાવશે તો હું તેમાં ફિલ્મ કરવા માટે પણ તૈયાર છું.

LEAVE A REPLY

four − two =