Allegation of Indian interference in Canadian elections

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના ગઠબંધન ભાગીદાર અને ખાલિસ્તાન તરફી જગમીત સિંઘે ભારત પર કેનેડાની ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરવાનો આક્ષેપ મુક્યો છે. જગમીત સિંઘે અમૃતપાલ સિંઘનું સમર્થન કર્યું હતું અને સોશિયલ મીડિયામાં પ્રચાર કર્યો હતો. ત્યારપછી ભારતમાં તેનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું. હવે જગમીત સિંઘની પાર્ટી એનડીપીએ કેનેડાની ચૂંટણીમાં ભારતની દખલગીરીની તપાસની માંગ કરી છે.

એનડીપીએ કેનેડાની ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપની જાહેર તપાસ માટે સંસદમાં ચર્ચા કરાવવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો. જોકે, તેનો આ પ્રસ્તાવ ફગાવવામાં આવ્યો હતો. જગમીતની પાર્ટીએ ચીન અને રશિયાથી પણ જોખમ હોવાનું જણાવ્યું છે. અગાઉ જગમીતે અનેક ટ્વિટમાં ખાલિસ્તાની ભાગેડુ અમૃતપાલ સિંઘ સામેની કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, તેણે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા હસ્તક્ષેપની પણ માગણી કરી હતી.

જગમીતના ઝેરીલા નિવેદનોને કારણે ભારતમાં તેનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે. દરમિયાનમાં, બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં એક કાર્યક્રમ, જેમાં કેનેડામાં ભારતીય હાઈ કમિશનર હાજર રહેવાના હતા, તે કાર્યક્રમ ખાલિસ્તાન તરફી સમર્થકોના હિંસક વિરોધને પગલે રદ કરવો પડ્યો હતો. સરેના તાજ પાર્ક કન્વેન્શન સેન્ટર ખાતે રવિવારે ભારતના હાઈ કમિશ્નર સંજયકુમાર વર્માની પશ્ચિમ કાંઠાની પ્રથમ મુલાકાતના સંદર્ભમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

LEAVE A REPLY

three + ten =