planes collided on the runway at Heathrow Airport

યુકેના ઈતિહાસમાં એક મહિના કરતાં પણ ઓછા સમયમાં સૌથી ગરમ દિવસો ફરીથી આવી રહ્યા છે. હવામાન કચેરી મેટ ઓફિસે આગામી 96-કલાક દરમિયાન તાપમાન 40 સેલ્સીયસ સુધી પહોંચે તેવી શક્યતા સાથે એમ્બર એલર્ટ જાહેર કર્યું છે. સમગ્ર લંડન સહિત સાઉથ અને સેન્ટ્રલ ઇંગ્લેન્ડના મોટા ભાગના વિસ્તારોમાં આગામી ચાર દિવસ એટલે કે ગુરુવાર 11 ઓગસ્ટથી રવિવાર 14 ઓગસ્ટ સુધી ગરમી પડશે એવી ચેતવણી અપાઇ છે.

છેલ્લે રેડ એલર્ટ અપાયું હતું ત્યારે લંડનમાં ગરમીનું પ્રમાણ 40 સેલ્સીયસ સુધી પહોંચ્યું હતું. સામાન્ય રીતે લંડનમાં સૌથી ગરમ સ્થળ લંડન હીથ્રો ખાતે આગામી શનિવારે તાપમાન 36 સેલ્સીયસ રહેશે. જ્યારે બાકીના લંડન વિસ્તારમાં તે દિવસે સરેરાશ 32 સેલ્સીયસ ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

મેટ ઑફિસે કહ્યું હતું કે “એમ્બર લર્ટને પગલે આ વિકેન્ડમાં ઇંગ્લેન્ડ અને વેલ્સના ભાગોમાં વાતાવરણ ગરમ રહેશે. નદી-નાળાઓમાં ડૂબવાના અને જંગલમાં આગ લાગે તેવી ઘટનાઓ વધુ સંભવ છે. વિશાળ વસ્તીને સનબર્ન, ડિહાઇડ્રેશન, ઉબકા, થાક લાગવા સહિત ગરમી સંબંધિત બિમારીઓ થઇ શકે છે. લોકો દરિયાકિનારા, સરોવરો, નદીઓ અને અન્ય સૌંદર્ય સ્થળોની મુલાકાત લે તે દરમિયાન પાણીમાં નહાવા જતા ડૂબી જવાના બનાવો વધી શકે છે. રસ્તાઓ અને ટ્રેનોમાં વિલંબ જોવા મળી શકે છે.