Michal Howarde

સમકાલીન ઈતિહાસકારો સ્વીકારે છે કે 1960ના દાયકાની શરૂઆતમાં સામૂહિક માઇગ્રેશનના કારણે ટોરી અને સાઉથ એશિયાઈ સમુદાયો વચ્ચેના સંબંધો ભયંકર હતા. નેતા તરીકે માઈકલ હોવર્ડે પક્ષમાં જોડાવા અને ચૂંટણી લડવા માટે અશ્વેત ઉમેદવારો શોધવાનો સક્રિય પ્રયાસ કર્યો હતો અને હાઉસ ઓફ લોર્ડ્સમાં કન્ઝર્વેટિવ દક્ષિણ એશિયનોને સ્થાન આપવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હતી.

2004માં, લોર્ડ રેમી રેન્જરે લોર્ડ રણબીર સૂરી સાથે બ્રિટિશ એશિયન કન્ઝર્વેટિવ લિંકની સહ-સ્થાપના કરી હતી.

લોર્ડ રેન્જર ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે ‘’તે સમયે મારે ભારે જાતિવાદનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આજની ટોરી પાર્ટી અલગ છે. તેમ છતાં, હું પક્ષના સાથીદારોને ‘રંગ કરતાં ગુણો’ને પહેલા મૂકવા વિનંતી કરૂ છું. જાતિવાદ સર્વત્ર છે. પણ બ્રાઉન લોકોએ પોતાને સાબિત કર્યા છે, તેઓ ખૂબ જ સખત મહેનત કરે છે. તેઓ ત્યાં છે કેમ કે તેમની પાસે ક્ષમતા, નિશ્ચય અને પ્રતિબદ્ધતા છે. કોઈને તેના રંગના આધારે પીડિત કરવાનું ચાલુ રાખવું ખોટું હશે, આપણે રંગ કરતાં ગુણવત્તાને પ્રાધાન્ય આપવું જોઈએ. હું માનું છું કે લોકો નાના પૂર્વગ્રહોથી ઉપર ઉઠીને યોગ્ય વ્યક્તિને મત આપશે જે અંતે રંગ, જાતિ અથવા ધર્મને ધ્યાનમાં લીધા વિના રાષ્ટ્રને ફાયદો કરાવશે.’’

નીરજ દેવા કન્ઝર્વેટિવ સાંસદ બનનાર પ્રથમ અશ્વેત હતા પરંતુ જીતી શકાય તેવી બેઠક મેળવતા પહેલા તેમને સો કરતાં વધુ લડાઈઓનો સામનો કરવો પડ્યો હતો. 1984 થી 1992 દરમિયાન તેમને સહન કરવું પડ્યું હતું.