(ANI Photo)

સિંગાપોરમાં ભૂતપૂર્વ ભારતીય મૂળના પ્રધાન થર્મન ષણમુગરત્નમે બુધવારે સત્તાવાર રીતે પ્રમુખપદ માટે પ્રચારઝુંબેશ ચાલુ કરી હતી. 66 વર્ષીય થર્મન ષણમુગરત્નમે ગયા મહિને 22 વર્ષ બાદ સક્રિય રાજકારણમાંથી રાજીનામું આપ્યું હતુંજોકે હવે પ્રેસિડન્ટની રેસમાં ઝુકાવ્યું છે. તેમણે કહ્યું કે તેઓ “નવા યુગ માટે પ્રેસિડન્ટ” બનવા માગે છે.  

સિંગાપોરમાં પ્રેસિડન્ટની ચૂંટણી સપ્ટેમ્બરમાં થશે. હાલના પ્રેસિડન્ટ હલિમાહ યાકોબની છ વર્ષની મુદત 13 સપ્ટેમ્બરે પૂરી થાય છે. સિંગાપોર સામેના વૈશ્વિક અને સ્થાનિક પડકારોનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રનો વાસ્તવિક પડકાર વિભાજિત સમાજ બનવાનું ટાળવાનો છે. તેઓ 22 વર્ષ સુધીનો રાજકીય અનુભવ ધરાવે છે અને લોકોને એકજૂથ કરવાનો પુષ્કળ અનુભવ છે. 

ષણમુગરત્નમ 2001માં રાજકારણમાં જોડાયા તે પહેલાં મુખ્યત્વે સિંગાપોરની મોનેટરી ઓથોરિટીમાં અર્થશાસ્ત્રી અને સરકારી કર્મચારી હતા. તેમણે શિક્ષણ અને નાણાં પ્રધાન તરીકે સેવા આપી છે અને 2011 થી 2019 સુધી નાયબ વડા પ્રધાન હતા. તેમણે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડવર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને યુનાઇટેડ નેશન્સ સહિતની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં પણ અગ્રણી હોદ્દા સંભાળ્યાં છે.  

LEAVE A REPLY

two × five =