Indian tourists will get UK visitor visa within 15 days

અપીલ કોર્ટે એક ઐતિહાસિક ચૂકાદાને જાળવી રાખીને બાળકોને બ્રિટિશ નાગરિકો તરીકે નોંધણી કરવા માટે હોમ ઓફિસે નક્કી કરેલી એક હજાર પાઉન્ડની ફીને ગેરકાયદે ગણાવી છે.
બાળકો અથવા તેમના માતાપિતાએ બ્રિટિશ નાગરિકત્વ સુરક્ષિત રાખવા માટે અપેક્ષિત વધુ ફી ચૂકવવાનો મુદ્દો ઘણા વર્ષોથી વિવાદિત છે. જે બાળકો કે જેમને બ્રિટિશ નાગરિકો તરીકે નોંધણી કરવાનો અધિકાર છે પરંતુ વધુ ખર્ચ અથવા કાયદાકીય માર્ગદર્શનના અભાવને વિવિધ હક્ક અને ફાયદા ગુમાવવાનું જોખમ હોવાને કારણે તે અટકાવી શકાય છે.
ગુરુવાર આપેલા ચૂકાદામાં જણાયું છે કે પ્રધાનો બાળકો અને તેમના હક્ક પર આ ફીની અસરનું મૂલ્યાંકન કરવામાં અને વિચારણા કરવામાં નિષ્ફળ ગયા હતા, કોર્ટે જણાવ્યું હતું કે, કેટલાક પરિવારો માટે ફી કેવી રીતે ભરવી તે સમસ્યા હતી.
હોમ ઓફિસ બાળકના નાગરિકત્વ માટે નોંધણી કરાવવાના 1,012 પાઉન્ડ ફી વસૂલે છે. જોકે, આ પ્રક્રિયાનો ખર્ચ તેના લગભગ ત્રીજા ભાગ જેટલો 372 પાઉન્ડ થાય છે. આ અંગે હોમ ઓફિસ જણાવ્યું હતું કે, આ નફાનો ઉપયોગ તેના અન્ય ક્ષેત્રોમાં ભંડોળ તરીકે થાય છે.
ડિસેમ્બર 2019માં, હાઈકોર્ટના ન્યાયમૂર્તિએ એવો ચૂકાદો આપ્યો હતો કે ફી ગેરકાયદે હોવાને કારણે ઘણા બાળકો નાગરિકત્વ માટે નોંધણી કરાવી શકતા નથી. આથી તેઓ ‘યુકેની સંસ્કૃતિ અને સામાજિક બાબતોમાં ભળી શકતા નથી.’ હોમ ઓફિસે હાઇકોર્ટના ચૂકાદા સામે અપીલ કરી હતી કે, બાળકોના શ્રેષ્ઠ હિતોનું મૂલ્યાંકન કરવામાં અને ફી નક્કી કરીને આ હિતો પર પ્રાથમિક વિચાર કરવામાં ડિપાર્ટમેન્ટ તેની ફરજ અદા કરવામાં નિષ્ફળ ગયું છે.
અપીલ કોર્ટે હોમ ઓફિસની આ અપીલ ફગાવી હતી અને ડિપાર્ટમેન્ટે તેના ફરીથી વિચારણા કરવી જોઇએ અને તે બાબત સુનિશ્ચિત કરવી જોઇએ કે બાળકોના શ્રેષ્ઠ હિતોની કાર્યવાહીમાં સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે.
આ કેસ દાખલ કરનાર પ્રોજેક્ટ ફોર ધ રજિસ્ટ્રેશન ઓફ ચિલ્ડ્રન એઝ બ્રિટિશ સિટિઝન્સનાં ચેરપર્સન કેરોલ બોમરે આ ચૂકાદા અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, તેઓ ખુશ છે કે, કોર્ટ્સે ફરીથી જણાવ્યું છે કે, ટિકાને પાત્ર આ ઉંચી ફી ગેરકાયદે હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘અમે અમારા મિશનને જાળવી રાખીશું જેથી ભવિષ્યમાં કોઈને યુકેમાં મોટા થવામાં તકલીફ ન પડે અને અત્યારે જે યુવાનો એકલતા અનુભવે છે તેનો ભોગ ન બને.
બોમરની સાથે આ પ્રોજેક્ટના સ્થાપક, સોલેન્જ વાલ્ડેઝ સાયમન્ડ્સ બાળકોની નાગરિકતા માટેની ફીમાં સુધારા માટે આઠ વર્ષથી કેમ્પેઇન ચલાવી રહ્યા છે.
હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘યુકેના ટેક્સ પેયર્સ પરના ભારણને ઓછું કરવા માટે બનાવવામાં આવેલા એક વ્યાપક ફી દૃષ્ટિકોણના ભાગ તરીકે નાગરિકત્વ નોંધણી ફી વસૂલવામાં આવે છે. હોમ ઓફિસ કોર્ટના આ ચૂકાદાને સ્વીકારે છે અને બાળક નોંધણી ફીની સમીક્ષા કરવામાં આવશે.