લંડનના પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર ખાતે ભરચક કમિટી રૂમમાં યોજાયેલ આ કાર્યક્રમમાં બ્રિટિશ હિંદુ સમુદાયના સભ્યો, અન્ય ધર્મ – સમુદાયના નેતાઓ, સંસદસભ્યો અને હાઉસ ઓફ લોર્ડ્સના સભ્યોની હાજરીમાં ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ ફોર બ્રિટિશ હિંદુઝ (APPG) દ્વારા યુકેમાં વધતા જતા હિંદુ દ્વેષ બાબતે એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો.

આ રિપોર્ટ અને કેસ સ્ટડીમાં જણાવાયું છે કે હિંદુઓ સાથે અસમાનતા ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું અને મીડિયા, પોલીસી મેકર્સ અને બ્રિટિશ સંસ્થાઓ દ્વારા હિંદુ અવાજને નહિં સમજવામાં, અવગણવામાં અથવા ખરાબ કે વિકૃત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં, એકેડેમિક્સ, નિષ્ણાતો અને સમુદાયના સભ્યોએ બ્રિટિશ હિંદુઓ માટે વ્યક્તિગત અને સામૂહિક સ્તરે આનો અર્થ શું છે અને સામાન્ય રીતે યુકેના નુકસાન માટે વૈશ્વિક સ્તરે બ્રિટિશ મૂલ્યોને કેવી રીતે નક્કી કરવામાં આવશે તે વિશે જુસ્સાપૂર્વક વાત કરવામાં આવી હતી.

નિષ્ણાતોની પેનલ પર પ્રેરણા ભારદ્વાજે ટિપ્પણી કરી હતી કે એક હિંદુ તરીકે જેનો ધર્મ શાંતિ, સંવાદિતા અને વિશ્વને એક પરિવાર તરીકે જોવા પર આધારિત છે, તે યુકેમાં હિંદુઓ અને હિંદુ ધર્મસ્થાનોના દુરુપયોગમાં વધારો જોઈને નિરાશા થાય છે. સંસદસભ્યો અને પોલીસી મેકર્સ જો તેને “હિંદુ ધિક્કાર/હિંદુફોબિયા/હિંદુ વિરોધી ધિક્કાર” તરીકે વ્યક્ત કરવા માંગતા હોય તો પણ તેઓ ભલામણોને કેવી રીતે અમલમાં મૂકી શકાય તે અંગે વિલંબ કરવો જોઈએ નહિં. આપણે તેનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ અને યુકેને હિંદુઓ માટે રહેવા અને પૂજા કરવા માટે માત્ર સલામત સ્થળ જ નહીં, પરંતુ એક એવી જગ્યા બનાવવી જોઈએ જ્યાં તેઓ ભારતીય સાંસ્કૃતિક વારસા સાથે તેમની ઓળખ અથવા જોડાણ સાથે રહી શકે.’’

ડૉ. ઋષિ હાંડાએ કહ્યું હતું કે ‘’હિંદુઓ સ્વાભાવિક રીતે બ્રિટિશ મૂલ્યો સાથે સુસંગત છે, અને યુકેમાં સુંદર આચરણ કરે છે, જેના કારણે તેમના મુદ્દાઓને નજરઅંદાજ કરવામાં આવે છે. શાળાઓમાં જે રીતે ‘હિંદુ ધર્મ’ શીખવવામાં આવે છે તે ઘણીવાર ઉપહાસ અને તિરસ્કારને ઉત્તેજન આપે છે, જે હિંદુ વિરોધી ભાવનાને કાયમી બનાવે છે. શાંત વર્તનના પરિણામે, હિંદુઓને નબળા સમજવામાં આવે છે. તેમ છતાં તેમને ઉગ્રવાદી તરીકે લેબલ કરાય છે. હિંદુઓ રક્ષણાત્મક વલણ ધરાવે છે, અને હિંદુ સંસ્કૃતિને બચાવવા મથે છે, અન્ય લોકો જે રીતે ધર્માંતરણ માટે પ્રેરિત કરે છે તેવો કોઇ હેતુ હોતો નથી. આ મુદ્દાઓને સંબોધવા માટે હિન્દુઓની ચિંતાઓ સાંભળવી અને તેમના પરિપ્રેક્ષ્યને સમજવાની જરૂર છે.’’

શાળાઓમાં હિંદુ દ્વેષ પરના તાજેતરના અહેવાલ પર કામ કરનાર શાર્લોટ લિટલવુડે ઉમેર્યું હતું કે ‘’ગયા વર્ષે યુ.કે.ની શાળાઓમાં હિંદુ-વિરોધી દ્વેષ અંગેનો પ્રથમ અહેવાલ પ્રકાશિત થયો ત્યારથી, શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે તેની ખાતરી કરવાથી લઈને શાળાના બુલીઇંગની નીતિઓને અપડેટ કરવા સુધી કંઈપણ અમલમાં મૂકવામાં આવ્યું નથી.

બોબ બ્લેકમેને ગૃહના નેતા પેની મોર્ડન્ટને હિંદુ-વિરોધી દ્વેષના ભયંકર વધારા અને બ્રિટિશ હિંદુઓના ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ દ્વારા પ્રકાશિત અહેવાલને આપવામાં આવેલા કવરેજના અભાવ વિશે પૂછ્યું હતું.

હાઉસ ઓફ કોમન્સના નેતા પેની મોર્ડન્ટે કહ્યું હતું કે “હિંદુ-વિરોધી દ્વેષ અંગેના સર્વ-પક્ષીય જૂથના અહેવાલ પર તેઓ જે કહે છે તેના સંદર્ભમાં હું ખાતરી કરીશ કે સંબંધિત સ્ટેટ સેક્રેટરી તેના પર લક્ષ્ય આપે. હું જાણું છું કે તેઓ આ બાબતે છેલ્લા કેટલાક સમયથી ઝુંબેશ ચલાવી રહ્યા છે અને ગઈકાલે મહિલા અને સમાનતાના પ્રશ્નો બાબતે વીમેન એન્ડ ઇક્વાલીટી મિનિસ્ટરે તેના વિશે જે કહ્યું તે તેમણે સાંભળ્યું હશે.”

આ પ્રસંગે લોર્ડ ગાઢિયા, લૂઈ ફ્રેન્ચ (ઓલ્ડ બેક્સલી અને સિડકપના સાંસદ), લિઝ ટ્વિસ્ટ (બ્લેડનના સાંસદ, હાઉસિંગ અને લેવલિંગ અપના શેડો મિનિસ્ટર), નવેન્દુ મિશ્રા (સ્ટૉકપોર્ટના સાંસદ), થેરેસા વિલિયર્સ (ચિપિંગ બાર્નેટના સાંસદ), બેરોનેસ વર્મા અને વિરેન્દ્ર શર્મા (ઈલિંગ સાઉથોલના સાંસદ) ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

one + 19 =