નોર્થ વેસ્ટ લંડનના હાઉન્સલોના અર્લ હેગ ક્લોઝમાં 14 ઑક્ટોબર 2022ના રોજ 24 વર્ષીય અર્પિથ માંડવની છરીના ઘા મારી હત્યા કરવા બાબતે કિંગ્સ્ટન ક્રાઉન કોર્ટમાં ટ્રાયલ બાદ, ડેનિસ ઇવાનોવને હથિયાર રાખવા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જ્યારે ડેનિસ કુસિન્સને માનવવધ, હુમલા  અને હથિયાર રાખવા માટે દોષિત ઠેરવાયો હતો.

બીવર્સ લેનમાં અર્પિથ ગંભીર રીતે ઘાયલ મળી આવ્યા બાદ તેને હોસ્પિટલ લઈ જવાતા તેનું 27 ઓક્ટોબર 2022ના રોજ અવસાન થયું હતું. પોલીસે 71 સીસીટીવી કેમેરામાંથી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે અર્પિત દારૂ ખરીદવા મિત્રો સાથે તે વિસ્તારમાં ગયો હતો અને હુમલાખોરો સાથે ઝઘડો શરૂ થયો હતો જેમાં અર્પિથ પર હુમલો કરાયો હતો.

હુમલા પછી 16 ઓક્ટોબરના રોજ ઇવાનોવ યુરોસ્ટાર દ્વારા યુકે છોડી પેરિસ ગયો હતો અને 25 ઓક્ટોબરે તેની ફ્રાન્સમાં ધરપકડ કરી લંડન પરત લાવવામાં આવ્યો હતો. ઇવાનોવને છરી આપનાર કુસિન્સની 22 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

twelve − three =