(Photo by Scott Olson/Getty Images)

પહેલા કોમ્પ્યુટર્સ અને પછી આઇફોન પાછળની ટેક જાયન્ટ કંપની એપલે $467.77નું નિર્ણાયક શેર વેલ્યુએશન હિટ કર્યા બાદ $1.979 ટ્રીલીયન પર બંધ થવા સાથે વોલ સ્ટ્રીટની પ્રથમ $2 ટ્રીલીયનની કંપની બની હતી. એપલના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ટિમ કૂકે તેમના શેરના ભાવમાં લગભગ નવ ગણા વધારાની પ્રસંશા કરી હતી.

વૉલ સ્ટ્રીટ દ્વારા $1 ટ્રીલીયનના મુલ્યવાળી પ્રથમ કંપની બન્યાના માત્ર બે વર્ષ પછી, એપલે બુધવાર તા. 19 ઓગસ્ટના રોજ આ સફળતા મેળવી હતી. બુધવારે નેસ્ડેક એક્સચેંજમાં તેનો ભાવ ઐતિહાસિક સ્તરથી નીચે $1.979 ટ્રીલીયનના મુલ્ય સાથે બંધ રહ્યો હતો. 1976ના અંતમાં સ્ટીવ જોબ્સ દ્વારા એપલના પર્સનલ કમ્પ્યુટર્સ વેચવાની શરૂઆત સાથે એપલની સ્થાપના કરવામાં આવી હતી. જેનું મૂલ્ય  2019માં યુ.એસ.ના કુલ ટેક્સની રકમના અડધા કરતા વધુ હતું. એપલે સ્થાપનાના 42 વર્ષ પછી 2018માં 1 ટ્રલીયન ડોલરનું માર્કેટ કેપિટલાઈઝેશન બનાવ્યું હતું.

ગયા વર્ષે સાઉદી સમર્થિત ઓઇલ કંપની સાઉદી અરામકોનું મૂલ્ય પણ $2 ટ્રીલીયન થયું હતું. આ વર્ષે એપલના શેરનો ભાવ 50% કરતા વધુ વધ્યો છે અને માર્ચથી તેના મૂલ્યમાં $1 ટ્રીલીયનથી વધુનો ઉમેરો કર્યો છે.