Ravi-and-Ray-summary-Picure Courtesy thisisjude.uk 2020

ભારતીય મૂળના ફીજીશીયન ડો. રવિ સોલંકીને યુકેભરમાં કોવિડ-19ને કાબુમાં લેવા માટે અસાધારણ ઇજનેરી સિધ્ધિઓ હાંસલ કરવા બદલ રોયલ એકેડેમી ઑફ એન્જીનિયરિંગ પ્રેસિડેન્ટનો સ્પેશ્યલ એવોર્ડ ફોર પેન્ડેમિક સર્વિસ એનાયત કરાયો છે.

મશીન લર્નિંગમાં કામ કરતા એન્જીનીયર રેમન્ડ સીમ્સ સાથે ન્યુરોડિજનરેટિવ રોગો પર કામ કરતા ડો. રવિ સોલંકીને એનએચએસની ચેરિટી ‘હીરોઝ’ માટે સલામત અને સંપૂર્ણ રીતે કાર્યરત વેબસાઇટ બનાવવા માટે મદદ કરવા બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. તે બંનેની આ પ્લેટફોર્મને અત્યાધુનિક અને કાર્યક્ષમ બનાવવા માટે રેકોર્ડ સમયમાં કામ કરવા માટે પ્રશંસા કરવામાં આવી હતી.

આ પ્લેટફોર્મ સલાહ અને સુખાકારી સેવાઓ પ્રદાન કરી શકે છે અને ચાઇલ્ડ કેર સપોર્ટ અને એનએચએસ વર્કર્સને ટકાઉ પીપીઇ પૂરા પાડી શકે છે. તેમના આ પ્રયાસથી આ નવી ચેરિટી જનતાની વચ્ચે જઇને NHS માટે ઝડપથી દાન એકત્રિત કરી શકશે. તેમણે ક્રાઉડફંડિંગનો વિકલ્પ પણ ઉમેર્યો છે. એટલે સુધી કે ચેરિટી મારફતે ડોનેશન પણ રેઇઝ કરી શકાય છે.

તેમની આ ટેકનીકલ જાણકારીથી હીરોઝને ત્રણ મહિનામાં 90,000 NHS વર્કર્સને ટેકો આપી શક્યા હતા. ડિજિટલ પ્લેટફોર્મને વિસ્તૃત કરવાનું અને હેલ્થકેર કર્મચારીઓને પૂરા પાડવામાં આવેલ સહાયક ટીમનું કાર્ય ચાલુ છે. બે દિવસથી ઓછા સમયમાં ઇવાન માર્ટિન અને વિલ્સન ગ્રિફિથ્સ સહિતની ટીમે NHS વર્કર્સને 543,૦૦૦ જેટલી વસ્તુઓ પૂરી પાડી શક્યા હતા. જેમાં પી.પી.ઇ.થી લઈને પરામર્શ સેવાઓ અને સલામત સેવાઓ સુધી NHS ચાઇલ્ડ કેર સેવાઓ સામેલ છે. તેમની સાથે બીજા 19 એવોર્ડ્ઝ અપાયા હતા.