એપલના સીઇઓ ટીમ કૂકે અમેરિકાના કેલિફોર્નિયામાં કુપર્ટિનોમાં હેડક્વાર્ટર ખાતેની એપલ ઇવેન્ટમાં 7 સપ્ટેમ્બરે નવી આઇફોન14 સિરિઝ લોન્ચ કરી હતી. REUTERS/Carlos Barria

એપલે તેની વાર્ષિક લોન્ચ ઇવેન્ટમાં બુધવારે ઇમર્જન્સી મેસેજ મોકલવા સેટેલાઇટનો ઉપયોગ કરી શકે તેવી આઇફોન 14ની નવી સિરિઝ લોન્ચ કરી છે. કંપનીએ એડવેન્ચર ફોકસ્ડ અલ્ટ્રાવોચ પણ લોન્ચ કરી છે. આઇફોન-14નો ભાવ 799 ડોલર અને આઇફોન પ્લેસનો ભાવ 899 ડોલરથી ચાલુ થાય છે. આ બંને ફોન 9 સપ્ટેમ્બરથી પ્રિઓર્ડરને આધારે ઉપલબ્ધ બનશે. આઇફોન પ્રોનો ભાવ 999 ડોલર અને આઇફોન પ્રો મેક્સનો ભાવ 1,099 ડોલર છે, આ સિરિઝ 16 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ બનશે.

એપલે જણાવ્યું હતું કે તેની સેટલાઇઝ એસઓએસ ઇમર્જન્સી રિસ્પોન્ડરસાથે કામ કરશે. કેટલીક સ્થિતિમાં યુઝર્સ બીજી કોઇ કનેક્ટિવિટી ન હોય ત્યારે સેટેલાઇટ મારફત તેમનું લોકેશન શેર કરવા માટે ફાઇન્ડમાય એપનો ઉપયોગ કરી શકશે.

આઇફોન-14ને 128GB, 256GB અને 512GB સ્ટોરેજમાં લોન્ચ કરવામાં આવ્યા છે.આઇફોન 14 પ્લસને પણ આ જ સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.આ સિવાય આઇફોન 14 પ્રોને 128 GB, 256 GB, 512 GB અને 1 GB સ્ટોરેજમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

એપલે સેટેલાઈટ કનેક્ટિવિટી સાથેના નવા ઈમર્જન્સી SOS ફીચર પણ ઉમેર્યા છે. આ ફીચર ત્યારે કામ કરશે જ્યારે યૂઝર નો-નેટવર્ક ઝોનમાં હશે. મતલબ કે નેટવર્ક ના હોય અને કોઈ મુસીબતમાં હો તો પણ મેસેજ મોકલી શકાશે. એપલનો દાવો છે કે, જો ઉપયોગકર્તા નરી આંખે સ્વચ્છ આકાશ જોઈ શકતા હોય તેવા વિસ્તારમાં હશે તો ઈમર્જન્સી સર્વિસને 15 સેકંડથી પણ ઓછા સમયમાં ટેક્સ્ટ મેસેજ મોકલી શકાશે. જોકે, આ સુવિધા હાલ કેનેડા અને યુએસમાં જ મળશે. આ સિવાય ક્રેશ ડિટેક્શન ગંભીર કાર એક્સિડન્ટની ઓળખ કરીને ઈમર્જન્સી સેવાને ડાયલ કરી શકે છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો, એપલના આ હેડસેટમાં 5G સપોર્ટ, બ્લૂટૂથ 5.3, એનએફસી સાથે રીડર મોડ સહિત ઘણું છે.

આઇફોન 14 અને iઆઇફોન 14 પ્લસ 6.1 ઈંચ અને 6.7 ઈંચના ડિસ્પ્લે સાથે આવશે. આઇફોન 14 અને આઇફોન 14 પ્લસની બેટરી લાઈફ વધુ સારી હશે તેવો દાવો એપલે કર્યો છે. આ બંને ફોનમાં 12 મેગાપિક્સલ પ્રાઈમ સેન્સર આઈફોન 13 કરતાં ઝડપી અપાર્ચર સાથે આવશે તેવો દાવો એપલે કર્યો છે. પહેલીવાર 12 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા ઓટોફોકસ ફીચર સાથે આવી રહ્યો છે. આઇફોન 14 અને આઇફોન 14 પ્લસમાં બિલ્ટ-ઈન એક્શન કેમેરા ફીચર છે. આ બંને ફોન ક્રેશ ડિટેક્શન ફીચર અને વધુ સારા એક્સેલરોમીટર અને જાયરો સેન્સર સાથે આવશે.

LEAVE A REPLY

four − 1 =