મલાઇકા અરોરા

બોલીવૂડમાં એક સમયે મલાઇકા અરોરા અને બોની કપૂરના પુત્ર અર્જુનના ગાઢ સંબંધોની ચર્ચા ખૂબ જ થતી હતી. વર્ષો સુધી સાથે રહ્યા પછી તેઓ 2024માં જુદા થઇ ગયાં હતાં. આમ છતાં, બંનેએ જાહેરમાં એકબીજા સાથે પ્રેમ અને સન્માનપૂર્ણ સંબંધ જાળવી રહ્યાં છે. મીડિયા રીપોર્ટ્સમાં જણાવ્યા મુજબ, તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં મલાઇકાએ કહ્યું હતું કે, ‘ભલે તેઓ જુદા થઈ ગયા હોય પરંતુ, તેના જીવનમાં હંમેશા અર્જુનનું સ્થાન મહત્ત્વનું છે. એ એવો વ્યક્તિ છે જે મારા માટે ખૂબ જ મહત્વનો છે અને મારા જીવનનો એક અભિન્ન હિસ્સો છે. ગમે તેમ હોય.’ મલાઇકાએ વધુમાં જણાવ્યું કે, ‘નારાજગી અને દુઃખ જીવનના કોઈ ખાસ તબક્કામાં હોય છે. આપણે બધાં માણસ છીએ, અને ગુસ્સો, દુઃખ, નિરાશા જેવા તબક્કાઓમાંથી પસાર થવું સ્વાભાવિક છે, પરંતુ સમય સાથે વ્યક્તિ સ્વસ્થ થતી જાય છે.’ મલાઇકાએ કહ્યું કે, તે પોતાના ભૂતકાળને પકડી રાખવામાં માનતી નથી અને ભવિષ્યમાં શું થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવા ઇચ્છતી નથી. એક સમયે મારે એવું કહેવું પડ્યું હતું કે મારું જીવન માત્ર મારા વ્યક્તિગત જીવન સુધી સીમિત નથી. એ બધું ખૂબ વધારે ચર્ચાનું કેન્દ્ર બની ગયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, મલાઇકા અને અર્જુન પરસ્પર સન્માન સાથે જુદા થયાં હતાં.

LEAVE A REPLY