Aruna Miller made history by becoming the Lieutenant Governor of Maryland
(Photo by Rob Carr/Getty Images)

અરુણા મિલરે મંગળવારે અમેરિકાની રાજધાનીને અડીને આવેલા મેરીલેન્ડ રાજ્યમાં લેફ્ટનન્ટ ગવર્નરની રેસ જીતનાર પ્રથમ ભારતીય-અમેરિકન રાજકારણી બનીને ઇતિહાસ રચ્યો છે. 58 વર્ષના મિલર આંધ્રપ્રદેશ મૂળના છે. ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે મિલર અને વેસ મૂર લેફ્ટનન્ટ અનુક્રમે ગવર્નર અને ગવર્નરની રેસમાં હતા અને બંને ચૂંટાયા હતા.
ગવર્નર પછી લેફ્ટનન્ટ ગવર્નર રાજ્યના સર્વોચ્ચ અધિકારી છે. ગવર્નર રાજ્યની બહાર હોય અથવા અસમર્થ હોય ત્યારે તેઓ ફરજ નિભાવે છે. ગવર્નર મૃત્યુ પામે, રાજીનામું આપે અથવા હોદ્દા પરથી હટાવવામાં આવે તો લેફ્ટનન્ટ ગવર્નર રાજ્યના ગવર્નર બને છે.

મંગળવારે સાંજે મતદાન બંધ થયા પછી તરત જ મૂર અને મિલરને તેમના રિપબ્લિકન ઉમેદવારો સામે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. પ્રેસિડન્ટ જો બિડેન અને વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસ બંનેએ મૂર અને મિલરની તરફેણમાં પ્રચાર કર્યો હતો.

મેરીલેન્ડમાં લેફ્ટનન્ટ ગવર્નરની રેસમાં મિલરે છેલ્લી ઘડીએ વિરોધીઓના સખત વિરોધનો સામનો કરવો પડયો હતો. વિરોધીઓએ તેમના પર હિન્દુ રાષ્ટ્રવાદીઓની મદદ લેવાનો આક્ષેપ કર્યો હતો. મિલરે આક્ષેપોનું જોરદાર ખંડન કર્યું હતું.
હકીકતમાં, મેરીલેન્ડમાં પક્ષીય ભેદભાવ વગર તમામ ઇન્ડિયન અમેરિકનમાં તેઓ લોકપ્રિય છે. ટ્રમ્પ અને રિપબ્લિકન સમર્થકો પણ તેમના સમર્થનમાં બહાર આવ્યા હતા અને ભંડોળ એકત્ર કર્યું હતા. તેમાંના અગ્રણીઓમાં જસદિપ સિંહ જસ્સીનો સમાવેશ થાય છે.

મિલરે તેમના વીજયી સંબોધનમાં જણાવ્યું હતું કે “આજે રાત્રે મેરીલેન્ડ સમગ્ર રાષ્ટ્રને બતાવ્યું કે લોકશાહીમાં મતદાન થાય ત્યારે એક નાનું પરંતુ શક્તિશાળી રાજ્ય શું કરી શકે છે. તમે વિભાજન સામે એકતા, નિયંત્રિત અધિકારો સામે વિસ્તૃત અધિકારો તથા ભય સામે આશાની પસંદગી કરી છે. તમે તમારા આગામી ગવર્નર અને લેફ્ટનન્ટ ગવર્નર બનવા માટે વેસ મૂર અને મને પસંદ કર્યા છે.”

મિલરનો જન્મ આંધ્રપ્રદેશમાં થયો હતો. તેઓ આ પછી માતા-પિતા સાથે અમેરિકા માઇગ્રેટ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે હું 1972માં આ દેશમાં આવી ત્યારથી અમેરિકાના ભાવિ માટે ઉત્સાહિત છે. વચન દરેક માટે ઉપલબ્ધ બને તે સુનિશ્ચિત કરવા હું ક્યારેય લડવાનું બંધ કરીશ નહીં.

LEAVE A REPLY

9 + 12 =