જીમમાં જનારા લોકોના લોકરમાંથી બેંક કાર્ડની ચોરી કરી દુબઈ, પેરિસ અને અમાલ્ફી કોસ્ટની ટ્રીપ કરનાર અને ડિઝાઇનર ગિયર, મોંઘીદાટ ચીજવસ્તુઓ અને ભવ્ય જીવનશૈલી પાછળ £250,000 ઉડાવી દેનાર સાઉથ લંડનના બ્રોમલીના વિડમોર રોડ પર રહેતા 39 વર્ષના એશલી સિંઘ અને 20 વર્ષની સોફી બ્રુયા – દંપતીને જેલમાં ધકેલી દેવાયું છે.

ક્રોયડન ક્રાઉન કોર્ટે સુનાવણી બાદ જાન્યુઆરી 2022 અને જાન્યુઆરી 2023 વચ્ચે ખોટી રજૂઆત દ્વારા છેતરપિંડી કરવાના કાવતરા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સિંઘને ત્રણ વર્ષની જેલ કરવામાં આવી હતી જ્યારે બ્રુયાને યુવાન અપરાધીઓની સંસ્થામાં 20 મહિનાની સજા કરવામાં આવી હતી, જે બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. તેણીને પુનર્વસન કાર્યક્રમ અને 120 કલાક અવેતન કામ માટે પણ સજા કરવામાં આવી હતી.

તેમણે એક વર્ષ લાંબી ગુનાખોરી દરમિયાન સમગ્ર લંડન અને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડના અનેક જીમના લોકર્સમાંથી ચોરીઓ કરી હતી અને કિલ 18 લોકોને નિશાન બનાવ્યા હતા. તેમણે લોકોના ચોરેલા ક્રેડિટ કાર્ડ્સનો મહત્તમ ઉપયોગ કર્યો હતો. તેમના સોશિયલ મીડિયા પર બ્રુયા અને સિંઘના ફોટો ઇર્શા ઉપજાવે તેવા હતા.

પરિણીત મનાતું ગ્લેમરસ કપલ ગયા વર્ષે 27 જાન્યુઆરીના રોજ પેરિસથી લગભગ £1,700ની ડિઝાઈનર ચીજવસ્તુઓ સાથે પરત થતું હતું ત્યારે ગેટવિક એરપોર્ટ પર તેમની ધરપકડ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

eight + 3 =