ડિસેમ્બર 2023માં સેવા ઇન્ટરનેશનલ યુકે દ્વારા આયોજિત રિક્ષા રનમાં 108 જેટલા સ્વયંસેવકોએ ભાગ લઇને કુલ £620,000થી વધુ રકમ એકત્ર કરી હતી અને અને ઘણા દાન હજુ પણ આવી રહ્યા છે.

ચેરિટીની ભાવના સાથે ચાલતી રિક્ષાના રોમાંચને જોડતી આ ચેરીટી રને સાહસિકોના હૃદય અને દિમાગ પર કબજો જમાવ્યો હતો. ‘રિક્ષા રન 2023’એ મુસાફરીના પરંપરાગત ધોરણોને પડકાર્યા હતા અને ખળભળાટ મચાવતા શહેરોથી દૂરના ગામડાઓ સુધી, રિક્ષા કાફલાએ ભારતના હૃદયમાં ચિત્રકૂટથી ગુજરાતના કચ્છ સુધીના 2000 કિલોમીટરથી વધુ ડ્રાઇવિંગ દ્વારા 4 રાજ્યોને આવરી લીધા હતા.

સેવા યુકે, માનવતાવાદી હેતુઓ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા માટે જાણીતી છે. આ ચેરીટી રનમાં ભાગ લેનારી ટીમોને સેવા યુકે દ્વારા ચેમ્પિયન કરાયેલ ચિત્રકૂટમાં આરોગ્યધામમાં દીન દયાલ સંશોધન સંસ્થા ડેન્ટલ હોસ્પિટલ બનાવવા માટે ભંડોળ એકત્ર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેનો લાભ આસપાસના 500થી વધુ ગામોને મળશે. તેમને મફત અથવા ખૂબ સસ્તી ક્લેફ્ટ અને પેલેટ સર્જરી કરી શકાશે જે ઑપરેશન થશે તેમના જીવનને બદલી નાખશે અને તેમને કોઈપણ કલંક વિના સામાન્ય સમાજમાં એકીકૃત કરવામાં સક્ષમ બનાવશે.

સેવા યુકેનો ઇરાદો દર વર્ષે સંખ્યાબંધ શિબિરો યોજી સીમાંત સમુદાયોને વિવિધ તબીબી સારવાર પૂરી પાડવાનો છે. યુકેના સ્વયંસેવકોની ટીમના કૌશલ્યો અને સમર્પણનો ઉપયોગ કરીને, સેવા યુકે દર્દીઓની સારવાર કરવા અને ગ્રામજનોને શિક્ષિત કરવા માટે સ્થાનિક સ્ટાફને તાલીમ આપે છે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે.

રિક્ષા દોડની ઘણી વિશેષતાઓમાંની એક સહભાગી લોકો વચ્ચે ઉભરતી મિત્રતા છે. જે વિવિધ પશ્ચાદભૂ, સંસ્કૃતિઓ અને દેશોની ટીમોને એકસાથે લાવે છે. ભાગ લેનારા લોકો અવિસ્મરણીય ક્ષણોનો અનુભવ કરે છે અને દરેક દિવસ નવા પડકારો અને અણધાર્યા આનંદ લાવે છે. સેવા યુકેના વિવિધ પ્રોજેક્ટ્સના ભાગ રૂપે ઓછા વિકલાંગ બાળકો સાથે દિવસ વિતાવવો એ ઘણા સહભાગીઓ માટે એક મહત્ત્વની ક્ષણ હતી.

ચેલેન્જ સમાપ્ત થયાના દિવસો પછી ગુજરાતમાં ગરીબી રેખા નીચે હોય તેવા તેવા વંચિત પરિવારોને ખંતપૂર્વક પસંદ કરી 36 રિક્ષાઓનું વિતરણ કરાયું હતું. જે તેમને લાંબા ગાળાની આજીવિકા આપશે.

LEAVE A REPLY

2 × 2 =