IPL starts from March 31, finals on May 28
(ANI Photo)

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં આગામી જુન – જુલાઈ મહિનામાં રમાનારી ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધા વિષે ખાસ કરીને અમેરિકામાં વસતા ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટ ચાહકોમાં જબરજસ્ત ઉત્સાહ અને આતુરતા છે અને તેમના કારણે જ ટિકિટોના વેચાણમાં ભારે ધસારો જણાય છે.

અમેરિકામાં પહેલીવાર કોઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્પર્ધા યોજાવાની છે અને 16 મેચ ત્યાંના શહેરોમાં રમાવાની છે. ભારત અને પાકિસ્તાનની તમામ ગ્રુપ મેચ અમેરિકામાં યોજાવાની છે. આ બે મુખ્ય આકર્ષણો ઉપરાંત અમેરિકાની પોતાની ટીમ, કેનેડા, શ્રીલંકા, બંગલાદેશ, આયર્લેન્ડ, સાઉથ આફ્રિકા તથા નેધરલેન્ડ્ઝની ટીમોની મેચ પણ અમેરિકામાં રમાવાની છે.

LEAVE A REPLY

nineteen − 1 =