(Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ગયા સપ્તાહે જાહેરાત કરી હતી કે, એશિયા કપ ટી-૨૦ શ્રીલંકાને બદલે યુએઈમાં રમાશે. શ્રીલંકામાં હાલમાં ભારે અરાજકતાની પરિસ્થિતિ છે, તે સંજોગોમાં એશિયા કપ શ્રીલંકાથી અન્યત્ર ખસેડવાનો નિર્ણય લેવાયો હતો.

ભારતીય ક્રિકેટ બોર્ડની એપેક્સ કમિટિની મિટિંગ પછી ગાંગુલીએ કહ્યું હતુ કે, યુએઈ એકમાત્ર એવું સ્થળ છે જ્યાં વરસાદ પડતો નથી.મીડિયા રીપોર્ટ મુજબ શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે અગાઉ એશિયા કપ પોતાને ત્યાં યોજવા પોતે સમર્થ નહીં હોવાનું જણાવ્યું હતું.