nuclear-powered submarines to counter China
અમેરિકાના પ્રમુખ જો બિડેન, ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની આલ્બેનીઝ અને બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનાક કેલિફોર્નિયાના સાન ડિએગોમાં નેવલ બેઝ પોઈન્ટ લોમા ખાતે ત્રિપક્ષીય બેઠક પછી ઓસ્ટ્રેલિયા - યુકે - યુએસ (AUKUS) ભાગીદારી પર ટિપ્પણી કરે છે. REUTERS/Leah Millis

એશિયા પેસિફિક રિજનમાં ચીનની વધતી જતી દાદાગીરીનો સામનો કરવા માટે ઓસ્ટ્રેલિયાએ અમેરિકા પાસેથી બે પરમાણુ સબમરીન ખરીદવાની તથા અમેરિકા અને બ્રિટિશ ટેકનોલોજી સાથે નવું મોડલ બનાવવાની એક મહત્ત્વકાંક્ષી યોજનાને ખુલ્લી મૂકી છે. સોમવારે સેન ડિએગોના નેવલ બેઝ ખાતેના એક કાર્યક્રમમાં પ્રેસિડન્ટ જો બાઇડન, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ અને બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનાકનું હાજરીમાં આ જાહેરાત કરાઈ હતી.

OCUS ડીલ હેઠળ ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને બ્રિટનની મદદથી 8 સબમરીન તૈયાર કરશે. આ માટે ઓસ્ટ્રેલિયા આગામી ત્રણ દાયકામાં $368 બિલિયન ખર્ચ કરશે. આ તમામ પરમાણુ સંચાલિત સબમરીન ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં બનાવવામાં આવશે. આ ડીલ બાદ ઓસ્ટ્રેલિયા ન્યુક્લિયર સબમરીન ઓપરેટ કરનાર વિશ્વનો સાતમો દેશ બની જશે.

ચીન આ પરમાણુ સબમરીન ડીલનો સખત વિરોધ કરે છે. OCUSમાં સામેલ આ ત્રણેય દેશ ‘કોલ્ડ વોર મેન્ટાલિટી’ને પ્રોત્સાહન આપી રહ્યા છે જેના કારણે આ ક્ષેત્રમાં ખતરો વધી રહ્યો છે. તેની સામે ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, સબમરીન ચોક્કસપણે પરમાણુ શક્તિ પર ચાલશે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે પરમાણુ બોમ્બ સાથે કોઈ મિશનની યોજના બનાવી છે. સબમરીન ડીઝલ-ઇલેક્ટ્રિક અથવા પરમાણુ સંચાલિત હોઈ શકે છે, જેમાંથી પરમાણુ શસ્ત્રો લોન્ચ કરી શકાય છે. બાઇડને અગાઉ ભારપૂર્વક કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાની સબમરીનમાં કોઈ પરમાણુ બોમ્બ હશે નહીં.

 

LEAVE A REPLY

2 × one =