લંડનમાં રોયલ ફેસ્ટિવ હોલ ખાતે બાફ્ટા ફિલ્મ એવોર્ડ 2023 દરમિયાન આઇરિશ ગૂડબાય માટે શ્રેષ્ઠ બ્રિટિશ શોર્ટ ફિલ્મ માટેના એવોર્ડ સાથે ટોમ બર્કલી, સીમસ ઓહારા, જેમ્સ માર્ટિન અને રોઝ વ્હાઇટ . REUTERS/Henry Nicholls
બાફટા એવોર્ડ્સ આ વર્ષે ફરી વિવાદાસ્પદ બન્યા છે કારણ કે રવિવારે રજૂ થયેલા એવોર્ડ સમારંભમાં એકેએક વિજેતા ગોરા કલાકાર કસબી જ હતા. બ્રિટનના આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સviના નોમિનીઝમાં તો ખાસ્સા 40 ટકા જેટલા કલાકારો વંશિય લઘુમતી સમુદાયના હતા, પણ એવોર્ડ પ્રાપ્ત કરનારા તમામ 49 ફક્ત ગોરા જ હતા.
ત્રણ વર્ષ અગાઉ પણ આવો જ વિવાદ ચગ્યો હતો, એ વખતે અભિનયના વિવિધ એવોર્ડ્સ માટેના તમામ 20 નોમિની ગોરા હતા. એ વિવાદના પગલે એવોર્ડ્સના નોમિનેશન્સ અને વિવિધ પ્રક્રિયામાં સુધારા કરાયા પછી આ વર્ષે ફરી સ્થિતિ ઠેરના ઠેર જેવી થઈ ગઈ હતી.
સર લેની હેન્રી સેન્ટર ઓફ મીડિયા ડાયવર્સિટીના ડાયરેક્ટર ઓફ કન્સલ્ટન્સી માર્કસ રાઈડરે રવિવારના પરિણામોને ખૂબજ હતાશાજનક ગણાવતા કહ્યું હતું કે, છેલ્લા એક દાયકાથી આ એવોર્ડ્સની પ્રક્રિયામાં કોઈ ખાસ પરિવર્તન આવ્યું જણાતું નથી.
10 વર્ષ અગાઉ, 2013માં લેની હેન્રીએ ટીવી બાફટાસ સમારંભને “ઓલ વ્હાઈટ ઓન ધી નાઈટ” ગણાવતા તેઓ સમાચારોમાં હેડલાઈન્સમાં ચમક્યા હતા.
આ રવિવારના એવોર્ડ્સ વિષે તેમણે કહ્યું હતું કે, “મારી અને ઉદ્યોગના અનેક લોકો સાથે વ્યાપક પરામર્શ કરાયા પછી અને બાફટા એવોર્ડ્સની પ્રક્રિયામાં 120 ફેરફાર કરાયા પછી પણ, પ્રક્રિયામાં ત્યાં સુધી જેમને કોઈ પ્રતિનિધિત્વ નહોતું અપાયું તેવા સમુદાયના 1,000 નવા લોકોને પ્રક્રિયામાં સામેલ કરાયા પછી પણ, આજે આપણે નિહાળ્યું છે કે, આખરી પરિણામમાં કોઈ ધરખમ પરિવર્તન થયું દેખાતું નથી.”
સંબંધિત સત્તાધિશોએ મુખ્ય બાબત તરીકે બાફટા એવોર્ડ્સ જેવા સમારંભો ઉપર ધ્યાન આપવાની જરૂર નથી, કારણ કે વ્યાપક સંદર્ભમાં અહીંની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદ્ધતિસરનો વંશવાદ ઘર કરી ચૂક્યો છે અને આ સમારંભ તો એ વંશવાદની હિમશિલાની ટોચ (ટીપ ઓફ ધી આઈસબર્ગ) માત્ર છે. તો ફિલ્મ અને ટીવી ક્રિટિક તથા બાફટા શોર્ટ ફિલ્મ જ્યુરીના મેમ્બર આશાંતિ ઓમકારે કહ્યું હતું કે, એવોર્ડ્સ સમારંભ નિહાળીને તેમજ વિજેતાઓનો ગ્રુપ ફોટો જોઈને પોતાને જબરજસ્ત આઘાત લાગ્યો હતો.
વિશ્વમાં બહુમતી ધરાવતા સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી ફક્ત એક વ્યક્તિ – એલિસન હેમંડ આ સમારંભની તસવીરમાં દેખાઈ હતી અને તેઓ પણ કોઈ એવોર્ડ વિજેતા નહીં પણ ઈવેન્ટમાં કામ કરતી વ્યક્તિ તરીકે તસવીરમાં સ્થાન પામી હતી અને રેડ કાર્પેટ ઉપર તથા સમારંભમાં મ્યુઝિક પરફોર્મન્સ આપનાર તથા એવોર્ડ્સ અર્પણ કરનારા વ્યક્તિ તરીકે તે ત્યાં ઉપસ્થિત હતી.
ઓમકારે એમ પણ કહ્યું હતું કે, તમામ વિજેતા એવોર્ડ્સને લાયક હતા પણ તેને ચિંતા એ વાતની હતી કે, શું છેલ્લા થોડા વર્ષોના થોડા સુધારા પછી આપણે ફરી વિજેતાઓની પસંદગીમાં જુની વોટિંગ પ્રથા તરફ આપણે પાછા વળી રહ્યા છીએ.

LEAVE A REPLY

five + eight =