BAPS celebrated the coronation of King Charles III

BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શનિવાર 6 મેના રોજ વેસ્ટમિન્સ્ટર એબી અને નીસડન મંદિર ખાતે વિશેષ સાંજે મહામહિમ રાજા ચાર્લ્સ III અને મહારાણી કેમિલાના ઐતિહાસિક રાજ્યાભિષેકની ઉજવણી કરવામાં આવી હતી. BAPS UK ના ચેરપર્સન જીતુભાઇ પટેલ સદ્ભાવનાના સંયુક્ત સંદેશ સાથે રાજ્યાભિષેક સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

નીસડન મંદિર ખાતે યોજાયેલ વિશેષ સભામાં મંદિરના વડા પૂ. યોગવિવેકદાસ સ્વામી અને BAPS UKએ મહારાજા ચાર્લ્સને અભિનંદન પાઠવ્યા હતા અને તેમણે BAPS સાથે ચાર દાયકાઓ સુધી માણેલા ઉષ્માભર્યા, મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રતિબિંબિત કરી પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યેના તેમનો અંગત સ્નેહ અને પ્રશંસાની સરાહના કરી હતી.

પ. પૂ. મહંત સ્વામી મહારાજે મહામહિમ રાજા ચાર્લ્સ III ને એક અંગત પત્ર લખી વૈશ્વિક BAPS સ્વામિનારાયણ ફેલોશિપ વતી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. પૂ. મહંત સ્વામી મહારાજે શુભતાના પ્રતીક તરીકે પરંપરાગત દીવો પ્રગટાવ્યો તે પહેલાં આ પત્ર કાર્યક્રમ દરમિયાન શેર કરવામાં આવ્યો હતો. નાના બાળકોએ વૈદિક પ્રાર્થના શાંતિ પાઠ કરી વિશ્વભરમાં શાંતિ, સમૃદ્ધિ અને સંવાદિતા માટે પ્રાર્થના કરી હતી.

પૂ. મહંત સ્વામી મહારાજે તેમના સંબોધનમાં મહામહિમને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે “અમે પ્રાર્થના કરીએ છીએ કે મહારાજાનું સ્વાસ્થ્ય સારૂ રહે અને તેઓ આ દેશના લોકોની સચ્ચાઈ અને નૈતિક દૃઢતાથી સેવા કરી શકે”.

શ્રી જીતુભાઇ પટેલે પોતાના અનુભવો શેર કરતાં જણાવ્યું હતું કે “પ. પૂ. મહંત સ્વામી મહારાજ, નીસડન મંદિરના સંતો, ભક્તો અને વ્યાપક વૈશ્વિક BAPS હિંદુ ફેલોશિપનું પ્રતિનિધિત્વ કરવું એ એક સન્માન અને વિશેષાધિકારની વાત છે. આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી કરવા માટે અન્ય ધર્મના નેતાઓ સાથે જોડાવાનું ખાસ કરીને યોગ્ય હતું, કારણ કે તે તમામ ધર્મોના રક્ષક બનવાના રાજાના સંકલ્પનો સાચો પુરાવો છે. અમને કોરોનેશન બિગ લંચ અને બિગ હેલ્પ આઉટ ઇવેન્ટ્સમાં ભાગ લેવાનો ખૂબ જ આનંદ છે, જે એક સારા હેતુ માટે દેશભરના સમુદાયોને એકસાથે લાવશે. મહામહિમ ચાર્લ્સ અને અમે, BAPS ખાતે આ મૂલ્યો ઊંડાણપૂર્વક શેર કરીએ છીએ.”

રવિવાર 7 મેના રોજ નીસડન મંદિર ખાતે બિગ લંચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આનંદ, ભોજન અને મિત્રતા માટે પડોશીઓ અને સ્થાનિક સમુદાયના સભ્યોને એકઠા કરવામાં આવ્યા હતા. સોમવાર 8 મેના રોજ મંદિરમાં આખો દિવસ મફત કોમ્યુનિટી હેલ્થ ચેકઅપ સાથે અને NSPCC સાથે ભાગીદારીમાં મંદિરના સ્વયંસેવકો તેમજ બાળકોની ઓનલાઈન સેફ્ટી માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY