UN સાથે જોડાયેલી અને લંડન, ન્યૂયોર્ક, લોસ એન્જલસ, શિકાગો, નવી દિલ્હી, નૈરોબી, અબુ ધાબી અને સિડનીમાં મુખ્ય કેન્દ્રો ધરાવતી આંતરરાષ્ટ્રીય સામાજિક-આધ્યાત્મિક સંસ્થા – BAPS સ્વામિનારાયણ સંસ્થા (BAPS) પેરીસમાં “આર્કિટેક્ચરલ માસ્ટરપીસ” ગણાતા મોટા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી રહી છે. આ મંદિરનો શિલાન્યાસ સમારોહ 3-4 સપ્ટેમ્બર 2022ના વિકેન્ડમાં પેરીસના બસ્સી-સેન્ટ-જ્યોર્જ્સમાં આવેલા એસ્પ્લાનેડ ડેસ રિલિજિયન્સ એટ ડેસ કલ્ચર્સમાં યોજાશે.

ફ્રાન્સના સૌ પ્રથમ પરંપરાગત શિખરબધ્ધ મંદિર અને બહુસાંસ્કૃતિક કેન્દ્રમાં વપરાયેલા પથ્થરો પર જટિલ કોતરણીકામ કરાશે અને વિવિધ સુવિધાઓ સાથે, સંસ્કૃતિ, અખંડિતતા અને સંવાદિતાને પ્રોત્સાહન આપવામાં આવશે.

આ નવું ‘BAPS હિંદુ મંદિર’ સ્થાપત્ય, સૌંદર્ય અને કલાત્મક અભિવ્યક્તિની આ સમૃદ્ધ શ્રેણીને પૂરક બનાવશે, અને ભારતીય સંસ્કૃતિ અને શાણપણનું એમ્બેસેડર બનશે તથા પરંપરાગત ભારતીય સ્થાપત્યની પ્રાચીન કલા અને વિજ્ઞાનને આ દેશમાં લાવશે.

પેરીસ મંદિર એ BAPS ના આધ્યાત્મિક નેતા પૂ. મહંત સ્વામી મહારાજનું વિઝન છે. તેમણે જણાવ્યું હતું કે આ મંદિર તેના પ્રદર્શનો, શિક્ષણ અને રમતગમતના ક્ષેત્રો, લેન્ડસ્કેપ બગીચાઓ અને વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ શાકાહારી વ્યંજનો ધરાવતી રેસ્ટોરન્ટ દ્વારા “શાંતિ, આધ્યાત્મિકતા, પારિવારિક મૂલ્યો અને સમુદાય સેવાના દીવાદાંડી તરીકે સેવા આપશે”.

શાસ્ત્રોક્ત અને પારંપરિક વિધિ સાથે યોજાનારા વિશેષ પ્રાચીન વૈદિક સમારોહમાં ફ્રાન્સના વિવિધ ભાગો, યુરોપના અન્ય દેશો અને ભારત-યુકેના સેંકડો મહેમાનો ભાગ લે તેવી અપેક્ષા છે. આ ઉજવણીમાં ફ્રેન્ચ અને હિન્દીમાં નૃત્ય, વિડિયો અને પ્રેઝન્ટેશન વાઇબ્રન્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે.

મંદિરના નિર્માણના પ્રોજેક્ટ લીડ સંજય કારાએ જણાવ્યું હતું કે, “ભારતમાં મંદિરોએ હજારો વર્ષોથી ઉમદા મૂલ્યોને ટકાવી રાખ્યા છે અને તેનું જતન કર્યું છે. પેરિસના સુંદર શહેરમાં તે વારસાને ચાલુ રાખવા અને આંતરસાંસ્કૃતિક આદર, સમુદાય સેવા અને વૈશ્વિક સંવાદિતાના આ વિઝનને પરિપૂર્ણ કરવા માટે અમે સન્માનિત છીએ.”

બસી-સેન્ટ-જ્યોર્જ્સના મેયર યાન ડુબોસ્કે જણાવ્યું હતું કે, “આ મંદિર એક એવો પ્રોજેક્ટ્સ છે જે જીવનને ચિહ્નિત કરે છે. હું મારી પુત્રીને કહી શકીશ કે મેં એક મેયર તરીકે નોંધપાત્ર પૂજા સ્થળના નિર્માણમાં ભાગ લીધો છે! આ પહેલા હું હિંદુ ધર્મ વિશે કંઈ જાણતો ન હતો, પરંતુ તમારી સાથે, મેં આ પ્રકાશની શોધ કરી છે જે માનવતાને પ્રકાશિત કરે છે. આપણા સમયમાં આનાથી વધુ જરૂરી કંઈ નથી. વ્યસ્ત મંદિર માનવતાને પ્રબુદ્ધ કરવામાં અને આપણામાંના દરેકમાં શ્રેષ્ઠને પ્રગટ કરવામાં મદદ કરશે.’’

LEAVE A REPLY

seventeen − 11 =