નોર્થ વેસ્ટ લંડનના બાર્નેટમાં આવેલા સ્ટેપલ્સ કોર્નર રિટેલ પાર્કમાં રવિવાર, 14 એપ્રિલના રોજ મધરાત્રે થયેલા જીવલેણ અકસ્માતમાં 21 વર્ષના મોહમ્મદ ઝેદાની અને મોહમ્મદ ગાઝી તથા 20 વર્ષના સોહેલ ઝુલ્ફીકારના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી. ભોગ બનેલા અન્ય બે યાત્રીઓની સારવાર ચાલી રહી છે અને તેમની ઇજાઓ જીવલેણ નથી.

તેમની કાર કાર પાર્કીંગની વાડ તોડીને નીચે પટકાઇ ફૂટબ્રિજ સાથે અથડાઇ હતી. સીરીયસ કોલાઇઝન ઇન્વેસ્ટિગેશન યુનિટના અધિકારીઓ અથડામણના ચોક્કસ સંજોગો સ્થાપિત કરવા માટે પૂછપરછ કરી રહ્યા છે.

પોલીસે કહ્યું હતું કે “અમે સોશિયલ મીડિયા પર ફરતી કોમેન્ટરીથી વાકેફ છીએ અને મીડિયા દ્વારા ડ્રાઇવિંગ કરવાની રીત પર અનુમાન લગાવવામાં આવે છે. પણ અમે ખુલ્લું મન રાખી વિવિધ બાજુઓ પર તપાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધી એકત્ર કરાયેલા પુરાવા સૂચવે છે કે અકસ્માત પાછળ વાહન રેસિંગ અથવા હાઇ સ્પીડ લેપ્સ અથવા સ્ટંટ જેવું કશું ન હતું. અમે લોકોને કંઈપણ જોયું હોય અથવા મોબાઇલ ફોન અથવા ડેશકેમ ફૂટેજ હોય તો તેમને આગળ આવવા માટે કહીએ છીએ.’’

LEAVE A REPLY

5 × 1 =