બે એરિયાના અત્યાર સુધીના સૌથી મોટા ગણેશ ચતુર્થી ઉત્સવની ઉજવણીમાં 20,000થી વધુ લોકોએ ભાગ લઇને બિશપ રાંચ સિટી સેન્ટરને ભક્તિ અને ઉત્સવના જીવંત કેન્દ્રમાં ફેરવી દીધું હતું. નમસ્તે બે એરિયા અને બોલિ 92.3 FM દ્વારા યોજાયેલ ઉદ્ઘાટન કાર્યક્રમમાં પરિવારો, સ્થાનિક સમાજના નેતાઓ અને મહાનુભાવો જોડાયા હતા અને સૌ કોઇ આકરી ગરમીમાં વધારો થવા છતાં પણ વિચલિત થયા ન હતા.
ઉત્સવની શરૂઆત સવારની ધાર્મિક વિધિઓ અને આરતી સાથે થઈ હતી. ત્યારબાદ 100થી વધુ ઢોલ-તાશા વગાડતા કલાકારો, નર્તકો અને ભક્તોની ભીડ સાથે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સાંજ સુધીમાં, વિદાય વિસર્જનમાં પણ એ જ તીવ્રતા જોવા મળી હતી. જેમાં પર્કશનિસ્ટ અને ગાયકોએ “ગણપતિ બાપ્પા મોર્યા”ના નારા લગાવીને હજારો લોકોનું નેતૃત્વ કર્યું હતું.
દિવસભર સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલ્યા હતા જેમાં 200થી વધુ કલાકારોએ શાસ્ત્રીય નૃત્ય, ભક્તિ સંગીત, નાટક અને ભજનો રજૂ કર્યા હતા. 100થી વધુ સ્ટોલ્સથી ધમધમતા બજારમાં ભારતીય વ્યંજનો અને વાનગીઓ, ઘરેણાં, કપડાં અને સેવાઓ ઓફર કરવામાં આવી હતી. આ પ્રસંગે પર્યાવરણને અનુકૂળ સજાવટ અને માટીની મૂર્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને પૂજા વખતે પણ તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.
ઉજવણીના સ્તરે બે એરિયામાંથી ચૂંટાયેલા અધિકારીઓ, જેમાં મેયર, કાઉન્ટી સુપરવાઇઝર અને સ્કૂલ બોર્ડના નેતાઓનો સમાવેશ થાય છે, તેમણે આસ્થા ઉપરાંત તહેવારના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. મૂર્તિઓનું વિસર્જન થતાં, આયોજકોએ આ મેળાવડાને ધાર્મિક સીમાચિહ્નરૂપ અને પ્રદેશના સૌથી મોટા બહુસાંસ્કૃતિક ઉજવણીઓમાંના એક તરીકે બિરદાવ્યો હતો.
