હેરો ઈસ્ટના કન્ઝર્વેટિવ એમપી બોબ બ્લેકમેને બીબીસીની મોદી વિષેની ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ અંગે પાર્લામેન્ટમાં એક પ્રવચન દરમિયાન બીબીસીની નિષ્પક્ષતા પર ચર્ચાનું આયોજન કરવા વિનંતી કરી હતી.
હેરો ઈસ્ટના કન્ઝર્વેટિવ એમપી બોબ બ્લેકમેને પાર્લામેન્ટમાં પ્રવચન આપતાં જણાવ્યું હતું કે ‘’આજે ભારતમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ રહી છે અને વિશ્વભરના ડાયસ્પોરાની જેમ લાખો લોકો ત્યાં પણ ઉજવણી કરશે. ખૂબ જ દુઃખની વાત છે કે, BBC એ છેલ્લા બે અઠવાડિયામાં ભારત સરકારના વિપક્ષો વતી પ્રચાર વિડિયો તરીકે વર્ણવી શકાય તે બતાવવાનું પસંદ કર્યું છે – ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરના વાહિયાત અને પાયાવિહોણા હુમલાઓ – અને તેમની સંડોવણીને ટાંકવા માટે યુકેના તત્કાલિન વિદેશ સચિવ જેક સ્ટ્રોનો ઉપયોગ કર્યો છે.’’
શ્રી બ્લેકમેને જણાવ્યું હતું કે ‘’હું આ અંગે પાર્લામેન્ટમાં સરકારના સમયમાં, બીબીસીની નિષ્પક્ષતા પર ચર્ચાનું આયોજન કરવા વિનંતી કરૂ છું. એકદમ સ્પષ્ટ છે કે આ ડોક્યુમેન્ટ્રી એ બીબીસીએ જે ફરજ બજાવવાની છે તેની ઘોર અવગણના છે. હું બે ટીવી ડોક્યુમેન્ટ્રીમાં માત્ર એક જ વાત સાથે સંમત છું અને અંતિમ ટિપ્પણીમાં જણાવાયું છે કે નરેન્દ્ર મોદી અને ભારત સરકાર આગામી ચૂંટણીમાં ફરીથી ચૂંટાઈ આવશે કદાચ તે પછી પણ ચૂંટાઇ આવશે.’’













