PADDOCK WOOD, ENGLAND - MAY 02: Chairman of Reform UK, Zia Yusuf addresses Reform UK supporters and the media as the party celebrates historic local election victories on May 02, 2025 in Paddock Wood, England. The Reform Party won the Runcorn by-election by a slim margin of six votes, taking the safe seat from Labour. They are picking up council seats across England from the Conservatives and Labour, and have installed a new Mayor in Greater Lincolnshire in last night's local elections. (Photo by Lia Toby/Getty Images)

ગયા મહિને રનકોર્ન અને હેલ્સબીની પેટાચૂંટણી જીતનાર રિફોર્મ યુકેના સાંસદ સારાહ પોચિને વડા પ્રધાનને બુરખા પર પ્રતિબંધ લાદવા હાકલ કર્યા પછી રિફોર્મ યુકેના લો મેકર્સ સાથે મતભેદને પગલે રાજીનામુ આપનાર રિફોર્મ પાર્ટીના ચેરમેન અને બીઝનેસમેન  ઝિયા યુસુફ બે દિવસમાં રિફોર્મમાં પાછા ફર્યા છે.

ગુરુવારે રાજીનામું આપનાર યુસુફને ગયા વર્ષે પાર્ટીના નેતા નાઇજેલ ફરાજ દ્વારા પાર્ટીને પ્રોફેશનલ બનાવવામાં મદદ કરવા વિનંતી કરી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ભૂતપૂર્વ બેંકર ઝિયા યુસુફે કહ્યું હતું કે તેમનું રાજીનામું ફરજના કારણે લાગતા થાકનું પરિણામ છે. જો કે તે પહેલા તેમણે કહ્યું હતું કે પાર્ટીના નવા સાંસદ દ્વારા બુરખા પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરવી તે “મૂર્ખતા” હતી.

પોચિનનું આહવાન રિફોર્મના અન્ય સાંસદોને પસંદ પડ્યું હોય તેવું લાગ્યું છે.  જોકે પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે તે “પક્ષની નીતિ નથી”.

હાઉસ ઓફ કોમન્સમાં સારાહ પોચિને સર કેર સ્ટાર્મરને પૂછ્યું હતું કે શું તેઓ ફ્રાન્સ, ડેનમાર્ક અને બેલ્જિયમ સહિતના દેશોની જેમ શું તેઓ જાહેર સલામતીના હિતમાં કેટલીક મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા બુરખા પર પ્રતિબંધ મૂકવામાં જોડાવા જઈ રહ્યા છે કે કેમ? તેમના પ્રશ્નથી કોમન્સમાં અશાંતિ સર્જાઇ હતી અને સાંસદો તરફથી “શરમ કરો”ના પોકારો શરૂ થયા.

LBCના નિક ફેરારીને પત્રકાર ખાદીજા ખાને કહ્યું હતું કે આ મુદ્દા પર ચર્ચા કરવાનો “યોગ્ય સમય” છે, તેને સુરક્ષા અને લિંગ સમાનતાની ચિંતા ગણાવી બુરખાને “માત્ર કપડાંનો ટુકડો” નહીં પણ “સ્ત્રીઓ પ્રત્યેની દ્વેષપૂર્ણ વિચારધારા” સાથે આવેલો પોશાક ગણાવ્યો હતો જે “મહિલાઓને બદનામ કરે છે”. તેણીએ જવાબ આપવાનો ઇનકાર કરનાર વડા પ્રધાનની ટીકા કરી હતી.

મુસ્લિમ યેમેની કાર્યકર્તા લીલા ટેમિયાએ કહ્યું હતું કે બુરખો ખોલવા માટે દબાણ કરી ન શકાય. તે સંપૂર્ણપણે સર્વાધિકારવાદી છે.

ઝીયાએ કહ્યું હતું કે તેઓ હવે પોતાનું ધ્યાન પાર્ટીમાં નવી “યુકે ડોજ ટીમ”નું નેતૃત્વ કરવા પર કેન્દ્રિત કરશે, જે ઇલોન મસ્કથી પ્રેરિત છે. ટીમ સ્થાનિક ચૂંટણીઓમાં રિફોર્મ યુકે દ્વારા કબ્જે કરાયેલી કાઉન્સિલોમાં નકામો ખર્ચ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે.

ફ્રાન્સમાં જાહેર જગ્યામાં બુરખો પહેરનાર કોઈપણ વ્યક્તિને 150 યુરોનો દંડ થઈ શકે છે. આ વર્ષે 1 જાન્યુઆરીથી બુરખા પર પ્રતિબંધ રજૂ કરનાર સ્વિટ્ઝર્લૅન્ડ નવો દેશ હતો.

LEAVE A REPLY