ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(PTI Photo)

ગુજરાતમાં ડિસેમ્બરમાં વિધાસભાની ચૂંટણી પહેલા ભાજપ સરકારના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ભારપૂર્વક જણાવ્યું છે કે ૨૦૨૩માં પણ મુખ્પ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ જ હશે.

અમદાવાદમાં એલ.ડી. ઇજનેરી કોલેજના કાર્યક્રમમાં વાઘાણીએ કહ્યું હતું કે જાન્યુઆરીમાં કોલેજનો મોટો જલસાનો કાર્યક્રમ થવાની જાણકારી મળી છે. તે વખતે ૨૦૨૩ હશે એટલે વળી પાછા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલ હશે એટલે પાછા અમે આવીશું. અમે જલસામાં સામેલ થઇશું સાહેબ સાથે કારણ કે અમારી પાર્ટીને અને નરેન્દ્રભાઇ મોદીને રાજ્યની જનતાને તમે આશીર્વાદ આપેલા છે.

તેમણે કહ્યું કે, આજે ઈતિહાસમાં એક નવી કેડી કંડારાઈ છે. દેશ જયારે આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે એલ.ડી.કોલેજ ઓફ એન્જિનિયરિંગના 75 વર્ષ એ ગુજરાત અને દેશમાં એક સિદ્ધિ છે. ‘જે છે એમાંથી શ્રેષ્ઠ શું કરી શકાય’ એ આ કોલેજનો એક વિચાર રહ્યો છે અને એ વિચાર જ આ કોલેજને દિનપ્રતિદિન આગળ વધારી રહ્યો છે.