Getty Images)

હેકર્સે દુનિયાના દિગ્ગજ નેતાઓ, જાણીતી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને કંપનીઓના ટ્વિટર હેન્ડલ હેક કરી લીધા છે. હેકર્સે જે લોકોના ટ્વિટર એકાઉન્ટ્સ હેક કર્યાં છે તેમાં માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ, એમેઝોનના કો ફાઉન્ડર જેફ બેજોસટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક, અમેરિકાના રેપર કાન્યે વેસ્ટ, અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ, વોરેન બફેટ, એપલ, બિઝનેસમેન એલન મસ્ક, અમેરિકી નેતા જો બિડનનો સમાવેશ થાય છે.

આ દિગ્ગજો અને કંપનીઓના એકાઉન્ટ્સ હેક કરીને તેના પર એક ખાસ પ્રકારનો મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો છે. આ તમામ એકાઉન્ટ્સ પરથી બિટકોઈનના પ્રમોશનને લગતો એક મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ મેસેજમાં હેકરે એક લિન્ક પણ મુકી હતી જેના પરથી બિટકોઈનની લેણદેણ કરી શકાય છે. જોકે, આ મેસેજીસને તાત્કાલિક ધોરણે ડિલિટ પણ કરી દેવામાં આવ્યા હતા. એમેઝોનના કો-ફાઉન્ડક જેફ બેજોસ અને બિલ ગેટ્સના ટ્વિટર હેન્ડલે હેક કરીને લખવામાં આવ્યું હતું કે, તમને 5000 બિટ કોઈન આપવામાં આવશે.

જ્યારે એપલના એકાઉન્ટ પર લખવામાં આવ્યું હતું કે, અમે પોતાના લોકોને કંઈક આપવા ઈચ્છીએ છીએ. આશા કરીએ છીએ કે તમે પણ અમને સહકાર આપશો. તમે જેટલા પણ બિટકોઈન મોકલશો, તેને ડબલ કરીને તમને પરત કરવામાં આવશે. આ ઓફર ફક્ત 30 મિનિટ માટે જ છે. સ્પેસ એક્સના માલિક એલન મસ્કના પ્રોફાઈલમાં લખવામાં આવ્યું હતું કે, કોરોના વાયરસની મહામારીના કારણે હું લોકોને હું લોકોને બિટકોઈન ડબલ કરીને પરત કરી રહ્યો છું.

આ બધું જ સુરક્ષિત છે. જ્યારે એપલના એકાઉન્ટ પર લખવામાં આવ્યું હતું કે, અમે પોતાના લોકોને કંઈક આપવા ઈચ્છીએ છીએ. આશા કરીએ છીએ કે તમે પણ અમને સહકાર આપશો. તમે જેટલા પણ બિટકોઈન મોકલશો, તેને ડબલ કરીને તમને પરત કરવામાં આવશે. આ ઓફર ફક્ત 30 મિનિટ માટે જ છે.