Now is the time to make films on new subjects: Rajukmar Rao
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)
બોલીવૂડ અભિનેતા રાજકુમાર રાવ હમણાં ચર્ચામાં હતો. તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો અનુમાન લગાવતા હતા કે, તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. વાયરલ થઈ રહેલા ફોટામાં રાજકુમારના ચહેરાનો આકાર પણ બદલાઈ ગયો છે. જોકે, રાજકુમાર રાવે પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો. તેણે કહ્યું કે, તેણે પણ આ તસવીર જોઈ હતી, અને તેને લાગ્યું કે કોઈએ તેની ‘પ્રેંક’ કરી છે. રાજકુમારે એમ પણ કહ્યું કે, તેને આ ફોટો એડિટ કરવામાં આવ્યો હોય તેવું લાગે છે. પરંતુ આ બધાની વચ્ચે તેણે ઈન્ડસ્ટ્રીની ચોંકાવનારી વાસ્તવિકતા વિશે વાત કરી છે.
રાજકુમાર રાવે મીડિયામાં કહ્યું હતું કે, હવે પાપારાઝી દરેક જગ્યાએ પહોંચી જાય છે અને આવી સ્થિતિમાં હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે, તેઓ જ્યારે પણ બહાર જાય, ત્યારે તેઓ સારા દેખાય. જ્યારે રાજકુમારને પૂછવામાં આવ્યું કે, શું પુરૂષ કલાકારો પર મહિલા કલાકારો જેટલા સારા દેખાવાનું દબાણ હોય છે? તો તેણે કહ્યું, ‘એ તો બરાબર જ છે. મને નથી લાગતું કે કંઈ અલગ છે.
કદાચ એટલું ખરાબ નથી, કારણ કે તેઓ તમારા ચપ્પલ વિશે વાત કરતા નથી. પરંતુ તેવું મારી સાથે તાજેતરમાં થયું છે, તેથી હું જાણું છું. એક ખોટો એંગલ, ખોટું ચિત્ર, ખોટી ક્ષણ કેપ્ચર થઈ જાય છે અને લોકો કોઈ કારણ વગર તેના વિશે વાત કરતા રહે છે. મને ખબર નથી કે, આ કેવી રીતે થયું. આવું ક્યારેય નહોતું. હવે જ્યારે તમે એરપોર્ટ પર જાઓ છો, ત્યારે તમને થાય છે કે અરે યાર, ત્યાં પેપ્સ હશે તો, શું થાય! મેં કેપ નથી પહેરી, આજે મારા વાળ ખરાબ છે, તસવીરો આવશે અને પછી તેના પર ખરાબ કોમેન્ટ્સ આવશે. આવું દબાણ તો છે. આ ખૂબ જ વિચિત્ર છે.’
પ્લાસ્ટિક સર્જરીની વાતને ફગાવતાં રાજકુમારે કહ્યું હતું કે, તેણે એવી સર્જરી ક્યારેય કરાવી નથી. જોકે તેણે કબૂલ્યું હતું કે, ઘણા વર્ષો પહેલા તે તેના લૂકને લઈને સભાન હતો અને તેણે ફિલર્સ લીધા હતા. તેણે કહ્યું હતું કે, ‘જ્યારે મેં શરૂઆત કરી ત્યારે લોકો મારા દેખાવ પર ટિપ્પણી કરતા હતા. અંદાજે 8-9 વર્ષ પહેલા, મારી પાસે ચોક્કસપણે ફિલર્સ લીધા હતા. મેં આ સારું અનુભવવા અને સારું દેખાવા માટે કર્યું, જેથી મારો ચહેરો સંતુલિત દેખાય, જે મારા ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું.’ રાજકુમાર હવે ફિલ્મ ‘શ્રીકાંત’માં જોવા મળશે, જે 10 મેના રોજ મોટા પડદે રિલીઝ થઇ રહી છે.

LEAVE A REPLY