પ્રતિકાત્મક તસવીર (Photo by DIBYANGSHU SARKAR/AFP via Getty Images)

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાચુંટણીમાં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારનો રવિવારે 45,649 મતથી શાનદાર વિજય થયો હતો. ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારને 67,457 મત મળ્યા હતા, જયારે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાને 21,808 મત મળ્યા હતા, એમ પંચમહાલના કલેક્ટર અમિત વોરાએ જણાવ્યું હતું. હવે ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની કુલ સંખ્યા 112 થઈ હતી.

મોરવા હડફની સરકારી વિનયન કોલેજ ખાતે સઘન બંદોબસ્ત અને કોવિડ નિયામોના પાલન સાથે રવિવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ બેઠક માટે 17 એપ્રિલે યોજાયેલી ચૂંટણીમાં 45 ટકા જેટલું મતદાન થયું હતું. પેટાચૂંટણી માટે કુલ 13 ઉમેદવારી પત્રો ભરાયા હતા.