પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરના કારણે મોટા ભાગના રાજ્યોમાં વીકેન્ડ કરફ્યૂ અને આંશિક લોકડાઉન કે લોકડાઉન હોવા છતાં એપ્રિલ મહિનામાં જીએસટી મારફત સરકારની આવકના અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. આ સતત સાતમો મહિનો છે,જ્યારે જીએસટી કલેક્શન રૂ.1 લાખ કરોડથી વધારે રહ્યું છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.

એપ્રિલમાં જીએસટીની આવક રૂ.1.41 લાખ કરોડ થઈ હતી, જે માર્ચમાં 1.23 લાખ કરોડ હતી. આમ માર્ચની તુલનામાં એપ્રિલમાં જીએસટીની આવકમાં 14 ટકાનો વધારો થયો છે.એપ્રિલમાં કુલ જીએસટી કલેક્શનમાં સીજીએસટી રૂ.27,837 કરોડ એસજીએસટી રૂ.35,621 કરોડ અને આઈજીએસટી રૂ.68,481 કરોડ અને સેસ રૂ.9,445 કરોડ રહી હતી.