આ પુસ્તક બેકીંગ કરવાના શુદ્ધ આનંદ વિશે છે – મિત્રો અને પરિવાર માટે પ્રેમથી બનાવેલ ક્લાસિક કમ્ફર્ટ બેક ડીશીઝ ખરેખર મઝા આપે છે. વિખ્યાત પેસ્ટ્રી શેફ રવનીત ગિલને પહેલી નજરે બેકિંગ સાથે પ્રેમ થઈ ગયો હતો.

ચોકલેટ-મૉલ્ટ બેક્ડ કસ્ટર્ડથી લઈને એપલ પાઈ સુધી, રવનીત બધી બાબતોને બેઝીક સુધી લઈ જાય છે અને વાચકો મનપસંદ હોમ બેક ડીશીઝનો આનંદ માણી શકે તે માટે તેમને જરૂર પડે તેવી સૌથી સરળ ટીપ્સ આ પુસ્તકમાં શેર કરી છે.

બ્રાઉની, ટ્રે બેક, કૂકીઝ, ટાર્ટ્સ, પુડિંગ્સ અને કેક માટેની 80થી વધુ અજમાવાયેલી અને ટેસ્ટ કરાયેલી વાનગીઓનો સમાવેશ કરાયો છે જેને કારણે આ પુસ્તક તમારી સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલ ‘કુકબુક’ બની જશે. પુસ્તકમાં ઝડપી બેચ-બેક, ક્લાસિક ક્રાઉડ-પ્લીઝર્સ, પ્રભાવશાળી ડિનર-પાર્ટી ડીશ અને આરોગ્યપ્રદ વીકએન્ડ બેકિંગ આઈડિયા તમને દરેક પ્રસંગ માટે પરફેક્ટ બેક્ડ ડીશ આપે છે.

પ્રથમ વખત, રવનીતે તેણીની સૌથી વધુ લોકપ્રિય સેવરી બેકનો પુસ્તકમાં સમાવેશ કર્યો છે જેમાં ‘ન્ડુજા પફ પેસ્ટ્રી સોસેજ રોલ્સ, શાકાહારી સમોસા અને ચિકન પાઈનો સમાવેશ થાય છે. બેકિંગ ફોર પ્લેઝર હોમ બેકિંગને સરળ, સંતોષકારક અને સંપૂર્ણ આનંદદાયક બનાવે છે.

પુસ્તક સમિક્ષા

“આ શ્રેષ્ઠ પ્રકારનું આરામ આપતુ ફૂડ છે.” – ડેઇલી મેલ

“રવનીત ગીલની મોરીશ ડીઝર્ટ ખાવાની સાથે સાથે બેક કરવાનો પણ આનંદ આપે છે.” – યુ મેગેઝિન

“રવનીત ગિલ બધા માટે આનંદદાયક ખોરાક બનાવવામાં નિષ્ણાત છે.” – લંડન રીવ્યુ

“પેસ્ટ્રી શેફ અને જુનિયર બેક ઑફ પ્રેઝન્ટર રવનીતનું ત્રીજું પુસ્તક હોમ બેકર્સ માટે લખવામાં આવ્યું છે, જેમાં વ્યવહારિકતા તરફ ધ્યાન આપવામાં આવ્યું છે. રેસિપીમાં ટ્રેબેક અને કૂકીઝથી લઈને ફ્રુટ પાઈ અને પેસ્ટ્રીઝ સુધીની રેસીપી છે અને તમામ અનિવાર્ય છે.” – વેઇટરોઝ મેગેઝિન.

રવનીત મારા સૌથી પ્રિય ફૂડ લેખકો અને લોકોમાંના એક છે. – જેક્સન બોક્સર

લેખક પરિચય

રવનીત ગિલ એ પેસ્ટ્રી શેફ્સ ગાઈડ (2020), સુગર, આઈ લવ યુ (2021) અને બેકિંગ ફોર પ્લેઝર (2023)ના લેખક છે. રવનીત 2020થી ચેનલ 4ના ‘જુનિયર બેક ઓફ’ પ્રોગ્રામના જજ છે. તેઓ માઈક રીડ અને મિશેલ રોક્સ જુનિયર સાથે ચેનલ 4 અને નેટફ્લિક્સ શો ‘ફાઈવ સ્ટાર કિચન’ના પણ જજ છે. તેમણે પેસ્ટ્રી નિષ્ણાત તરીકે ટેલિગ્રાફ માટે લખ્યું છે અને ગાર્ડિયન ફિસ્ટ માટે નિયમિત કટારલેખક તરીકે સેવાઓ આપે છે.

રવનીત ગિલે સેન્ટ જોન, લેવેલીન અને વાઇલ્ડ બાય ટર્ટ ખાતે પેસ્ટ્રી વિભાગો સંભાળતા પહેલા લે કોર્ડન બ્લુ ખાતે અભ્યાસ કર્યો છે અને મે 2018માં ઇન્ડસ્ટ્રી નેટવર્કિંગ અને જોબ એડવર્ટાઇઝિંગ પ્લેટફોર્મ કાઉન્ટરટૉકની સ્થાપના કરી છે.

આ પુસ્તકને 5માંથી 4.9નું રેટિંગ મળેલું છે.

Book: Baking For Pleasure

Author: Ravneet Gill

Publisher: ‎ Pavilion Books

Price: £26

LEAVE A REPLY

one × 4 =