ભારતમાં અમેરિકન એમ્બેસેડર એરિક ગાર્સેટીએ એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, જો તમે ભારતીય છો તો અમેરિકામાં સીઈઓ નહીં બની શકો, તે જોક હવે જુનો થઇ ગયો છે. પરંતુ હવે સ્થિતિ બદલાઇ છે અને કહેવાય છે કે, જો તમે ભારતીય નથી તો તમે અમેરિકામાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નહીં બની શકો. વિશ્વની અને અમેરિકાની ટોચની કંપનીઓ જેવી ગૂગલ, માઈક્રોસોફ્ટ, સ્ટારબક્સ સહિત વિવિધ કંપનીઓમાં સીઈઓ જેવા ઉચ્ચ હોદ્દા પર ભારતીય મૂળના લોકો કામ કરી રહ્યા છે. ભારતીયોએ અમેરિકામાં આવા સંજોગો બદલતાં અહીંનો આ જોક ખોટો સાબિત થયો છે.
અમેરિકાની ફોર્ચ્યુન 500 કંપનીઓમાં દર 10માંથી એક કંપનીમાં સીઈઓ ભારતીય છે. અમેરિકામાં મોટાપાયે ભારતીયો કારકિર્દી બનાવવા માટે સ્ટુડન્ટ વિઝા પર આવે છે, અને પોતાની લાયકાતના આધારે ઉચ્ચ પદ મેળવે છે. અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓની સુખાકારી પર વિશેષ ધ્યાન આપે છે, જે તેમના માટે સુરક્ષિત દેશ છે.
એરિક ગાર્સેટીએ વધુમાં જણાવ્યું કે, અમેરિકાના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ પ્રેસિડેન્ટે એમ્બેસેડરને વિઝા માટે વેઈટિંગ સમય ઘટાડવા સૂચના આપી હોય. અમે વધુને વધુ વિદેશીઓ ખાસ તો ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષવા ઝડપી વિઝા આપવા ઇચ્છીએ છીએ. અમેરિકા ભારતને પરિવારના સભ્ય, સાથી અને ટ્રેડ પાર્ટનર તરીકે સ્વીકારે છે.

LEAVE A REPLY

3 × two =