Book: ‘Surat to San Francisco: How the Patels from Gujarat Established the Hotel Business in California 1942-1960’

લેખક અને ઈતિહાસકાર મહેન્દ્ર કે. દોશીએ પોતાના પુસ્તક ‘’સુરતથી સાન ફ્રાન્સિસ્કો: હાઉ ધ પટેલ્સ સ્ટોર્ટેડ ધ હોટેલ બિઝનેસ ઇન કેલિફોર્નિયા 1942-1960’’ દ્વારા અમેરિકામાં હોટેલ બિઝનેસની સ્થાપના કરી સફળતા મેળવનાર ભારતીય-અમેરિકન હોટેલીયર્સની અવિશ્વસનીય સાહસિકતાની સફરની વ્યક્તિગત વાર્તાઓ રજૂ કરી છે.

તેમણે આ પુસ્તકમાં હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીનો અકથિત ઇતિહાસ રજૂ કરવા સાથે હોટેલ બિઝનેસની ઉત્પત્તિથી લઈને સમગ્ર યુ.એસ.માં તેના ક્રમશઃ એકત્રીકરણ અને વિસ્તરણ, તેના સ્થાપકો અને 1940 અને 1950ના દાયકામાં અમેરિકા આવેલા પટેલોનો ક્રોનિકલ્સ રજૂ કર્યો છે. આજે અમેરિકામાં ગુજરાતી હોટેલીયર્સે યુએસ હોસ્પિટાલિટી લેન્ડસ્કેપમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આ પુસ્તકમાં કેલિફોર્નિયામાં પટેલોએ કેવી રીતે હોટેલ બિઝનેસની શરૂઆત કરી અને તેને ઉન્નત ઊંચાઈઓ સુધી ફેલાવ્યો તેના રસપ્રદ અને પ્રેરણાદાયી ઈતિહાસને રજૂ કરાયો છે.

અમેરિકન હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી $1.2 ટ્રિલિયન બિઝનેસ સેલ્સ, 3 મિલિયન નોકરીઓ, $395 બિલિયનનું વેતન અને $659 બિલિયન જીડીપી પેદા કરે છે. ગુજરાતી પટેલો આ આર્થિક મૂલ્યમાં નોંધપાત્ર યોગદાન આપે છે.

ગુજરાતના પટેલોએ 1942માં પટેલ હોટેલ બિઝનેસની સ્થાપના કરી હતી. સાન ફ્રાન્સિસ્કોના મિશન ડિસ્ટ્રિક્ટમાં 30થી વધુ પટેલઓએ સસ્તી સિંગલ રૂમ ઓક્યુપન્સી (SRO) હોટેલ્સની સ્થાપના કરી હતી. શ્રી દોશીએ આ પુસ્તકમાં લગભગ 160 લોકોની મુલાકાત રજૂ કરી છે. પુસ્તકમાં પટેલ ટ્રેલબ્લેઝર અંબાલાલ પરભુની પુત્રીઓ પુષ્પા અને ઉર્મિલા પટેલને ટાંક્યા છે. તો ત્રણ પટેલ સ્થાપકોએ જાપાની મહિલા પાસેથી લીધેલા નાના અને જર્જરિત SROથી માંડીને 6ઠ્ઠી સ્ટ્રીટ પરની ફોર્ડ હોટેલની ખરીદીની વિગતો સમાવી છે. આ ફોર્ડ હોટેલ અમેરિકાની પ્રથમ પટેલ સંચાલિત હોટેલ બની હતી. સેક્રામેન્ટો પટેલ લોજિંગ એન્ટરપ્રાઈઝ માટે એક અસાધારણ જન્મસ્થળ બની ગયું હતું.

આ પુસ્તકમાં હોટેલ ઉદ્યોગની સ્થાપના કરનાર હોટેલીયર કાનજી મંછુ દેસાઈ, સુરતી પટેલો ભુલા વનમાલી પટેલ, ડાહ્યા રતનજી પટેલ, ધનજી વકીલ પટેલ અને 6 ખત્રીઓ સહિત સંખ્યાબંધ પટેલોની સફળતાની ગાથા દર્શાવાઇ છે. તો મહુવાના ગુજરાતી અને પ્રખર ગાંધીવાદી હરિદાસ ઠાકોરદાસ મુઝુમદારનો પણ ઉલ્લેખ છે જેઓ 1956માં આયોવામાં કોંગ્રેસની બેઠક માટે લડનારા પ્રથમ રિપબ્લિકન ભારતીય હતા. આવી તો ધણી માહિતી આ પુસ્તકમાં સમાની લેવાઇ છે. આ પુસ્તક માત્ર હોસ્પિટાલિટીના બિઝનેસ માટે જ નહિં ડાયસ્પોરિક ઇતિહાસને અનુસરતા લોકો માટે પણ વાંચવા જેવું છે.

લેખક પરિચય

મૂળ વાડિયા, ગુજરાતના વતની અને લેખક, પત્રકાર અને ઇતિહાસકાર મહેન્દ્ર કે. દોશી પત્ની ભૈરવી સાથે સાન હોઝે, કેલિફોર્નિયામાં રહે છે. તેમણે કલકત્તાની વિખ્યાત પ્રેસિડેન્સી કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી અને કલકત્તા યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેઓ 1967માં કોઈ શિષ્યવૃત્તિ કે સ્પોન્સર વિના યુએસ ગયા હતા અને યુનિવર્સિટી ઑફ નેવાડા, રેનોમાંથી ઈતિહાસમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. 1970ના દાયકામાં તેઓ ઈન્ડિયા એબ્રોડ, ટ્રાન્સ ઈન્ડિયા અને ઈન્ડિયા ટાઈમ્સ જેવા વિવિધ અખબારો માટે લખતા હતા. 1977માં કેલિફોર્નિયા સ્થાયી થયા બાદ બે એરિયામાં મિસ ઈન્ડિયા કેલિફોર્નિયા બ્યુટી પેજન્ટની સહ-સ્થાપના કરી હતી અને સાન હોસેમાં સૌપ્રથમવાર સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું.

Book: ‘Surat to San Francisco: How the Patels from Gujarat Established the Hotel Business in California 1942-1960’

Author: Mahendra K. Doshi

Publisher: Trailblazers Publishing

Price: $39.95

LEAVE A REPLY

fifteen − ten =