વૈશ્વિક કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા થયા પછી દુનિયામાં પ્રવાસન ઉદ્યોગમાં ખૂબ તેજી જોવા મળી છે. ભારતમાં પણ આ ક્ષેત્રમાં વેગ જોવા મળ્યો છે. પ્રવાસન દ્વારા ભારતના ફોરેન એક્સચેન્જની આવક ૨૦૨૨માં ૧૦૭ ટકા વધીને રૂ. ૧,૩૪,૫૪૩ કરોડ થઈ હોવાનું સરકારે જણાવ્યું છે. પ્રવાસન મંત્રાલયે તાજેતરમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી પછી આ ઉદ્યોગે પ્રોત્સાહક કામગીરી દર્શાવી છે. ૨૦૨૨માં ભારતમાં ૬૧.૯ લાખ વિદેશી પર્યટકો આવ્યા હતા, જે ૨૦૨૧ના ૧૫.૨ લાખની તુલનામાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. ઉત્તર-પૂર્વ વિસ્તારના પ્રવાસન અને વિકાસ પ્રધાન જી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકાર સ્વદેશ દર્શન અને PRASHAD જેવી યોજનાઓ હેઠળ પર્યટન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓના વિકાસ માટે રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય એજન્સીઓને નાણાકીય સહાય પૂરી પાડે છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, “પર્યટકોની ૨૪ કલાક માહિતી પૂરી પાડવા વિવિધ ભાષાઓમાં હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. ટોલ-ફ્રી નંબર 1800111363 પર કોલ કરી અથવા ૧૨ ભાષામાં ૧૩૬૩ કોડ મેસેજ કરીને માહિતી મેળવી શકાય છે. જેમાં જર્મન, ફ્રેન્ચ, સ્પેનિશ, ઇટાલિયન, પોર્ટુગીઝ, રશિયન, ચાઇનીઝ, જાપાનીઝ, કોરિયન, અરેબિક, હિન્દી અને ઇંગ્લિશ સહિતની ૧૦ ભાષાનો સમાવેશ થાય છે. સ્થાનિક અને વિદેશી પર્યટક આ હેલ્પલાઇન પરથી માહિતી મેળવી શકશે.
કોરોના મહામારી પછી ભારતીય પ્રવાસન ઉદ્યોગમાં સારા સંકેત દેખાયા છે. બ્યૂરો ઓફ ઇમિગ્રેશનની માહિતી અનુસાર ૨૦૨૨માં ભારતમાં ૬૧.૯ લાખ વિદેશી પર્યટકો આવ્યા હતા, જે ૨૦૨૧ના ૧૫.૨ લાખની તુલનામાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. મોટો વધારો છતાં પર્યટકોની સંખ્યા હજુ ૨૦૧૯ કરતાં ઓછી છે. એ વર્ષે ભારતમાં ૧.૦૯ કરોડ વિદેશી પર્યટકો આવ્યા હતા. મંત્રાલયના જણાવ્યા અનુસાર સરકારે દેશના ટુરિઝમ ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા અને વિદેશી પર્યટકોની વૃદ્ધિ માટે ઘણા પગલાં લીધા છે.

LEAVE A REPLY