Boris Johnson criticizes Prime Minister Rishi Sunak's Brexit deal

યુકેના ભૂતપૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને ગુરુવારે વડાપ્રધાન રિશિ સુનકની યુરોપિયન યુનિયન સાથે નવી બ્રેક્ઝિટ ડીલની ટિકા કરી છે. જોન્સને જણાવ્યું હતું કે, આ મુદ્દે સંસદમાં મતદાન કરવું તેમના માટે મુશ્કેલ હશે. સુનક દ્વારા વિંડસર ફ્રેમવર્કના સ્વરૂપે યુરોપિયન યુનિયન સાથે એક નિર્ણાયક સફળતા જાહેર થયા પછી તેઓ આ ડીલને સકારાત્મક રીતે જોવે છે, જે તેમના ભૂતપૂર્વ વડા જોન્સનના વિવાદાસ્પદ નોર્ધન આયર્લેન્ડ પ્રોટોકોલના સ્થાને છે.
બ્રિટિશ ઇન્ડિયન વડાપ્રધાને હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે, નવી ડીલમાં કોઇ શંકા નથી. તેમાં કોઇ શંકા નથી કે, હવે આપણે નિયંત્રણ પરત લઇ લીધું છે. જોકે, હવે એક અસંતુષ્ટ કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ તરીકે બોરિસ જોન્સને લંડનમાં ગ્લોબલ સોફ્ટ પાવર સમિટ દરમિયાન જણાવ્યું હતું કે,સંસદમાં આ ડીલ મુદ્દે મતદાન કરવાનું તેમના માટે મુશ્કેલ હશે. મને ખ્યાલ છે કે, આવી વાત કરવા બદલ મારો આભાર માનવામાં નહીં આવે, પરંતુ મને લાગે છે કે, આ કહેવાનું મારું કામ છે.હકીકતમાં શું થઇ રહ્યું છે તે વિશે સ્પષ્ટ રહેવું જ જોઇએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ડીલ યુકે દ્વારા નિયંત્રણ પરત લેવા અંગે નથી અને જોકે, તેમાં સરળતા છે, તે ખરેખર સમાધાનકારી છે, જે ગત વર્ષે તત્કાલિન ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસને ઓફર કરવામાં આવી હતી. આ નવી ડીલ અંતર્ગત યુરોપીયન યુનિયન આપણને આપણા કાયદા મુજબ નહીં, પરંતુ તેમના કાયદા મુજબ કરાવવા ઇચ્છે છે, અને આપણે જે ઇચ્છે છીએ તેના માટે કૃપાદૃષ્ટિ દાખવીને તેની મંજૂરી આપવાનો અભિગમ રાખે છે. મને પોતાને આવી બાબતે મતદાન કરવામાં ખૂબ જ મુશ્કેલી થશે, કારણ કે, હું માનું છું કે, આપણે કંઇક અલગ જ કરવું જોઇએ. પછી ભલે બ્રસેલ્સમાં કંઇ પણ થઇ જાય.

રિશિ સુનકે મહિનાઓ સુધી ગાઢ ચર્ચા કર્યા પછી સોમવારે વિન્ડસરમાં યુરોપીયન કમિશનનાં પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લીયેન સાથે એક નવી ડીલ અંગે સહમતી દર્શાવ્યા પછી આ બિલને સંસદમાંથી પરત લીધું હતું. હવે આશા છે કે, વિન્ડર ફ્રેમવર્ક તકરારી અને બિનકાર્યક્ષમ નોર્થન આયર્લેન્ડ પ્રોટોકોલ પરનો ગતિરોધ દૂર કરશે, જેને યુકેના વિસ્તાર નોર્ધન આયર્લેન્ડ અને યુરોપિયન યુનિયનના સભ્ય-આયર્લેન્ડ સ્ટેટ વચ્ચે સરહદ પર રોકવા માટે બનાવવામાં આવ્યો હતો. પરંતુ તેમાં વ્યાપાર વિભાજનની અસર થઇ છે.

હવે રિશિ સુનક નોર્ધન આઇરિશ ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી (DUP)ના પ્રતિસાદ અને નવા માળખા માટે પોતાની ટોરી પાર્ટીની અંદર કટ્ટર બ્રેક્ઝિટીઅર્સના સ્પષ્ટ સમર્થનની રાહ જોઇ રહ્યા છે. જોકે, ભૂતપૂર્વ વડાપ્રધાન જોન્સનની દખલ પછી તેમાં કેટલીક અસર થવાની અપેક્ષા છે,પરંતુ તેમાં એવી સહમતી છે કે રિશિ સુનકને આ મુદ્દે કોઇપણ મોટો બળવાનો સામનો કરવો પડે તેવી સંભાવના નથી.

LEAVE A REPLY

fourteen − 9 =