અમિતાભ બચ્ચન અને રણબીર કપૂરે બ્રહાસ્ત્રના અંતિમ તબક્કાના શૂટિંગની શરૂઆત મુંબઈમાં કરી દીધી છે. અયાન મુખર્જી નિર્દેશિત આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. શૂટિંગ માટે મુંબઈના સ્ટુડિયોમાં અદલોઅદલ હિમાલય પર્વત જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ૧૭૦ દિવસોનું શૂટિંગ પૂરું થયું છે અને હવે બીજા ૨૦ દિવસમાં શૂટિંગ આટોપાઈ જશે અને ફિલ્મ પ્રોસ્ટ પ્રોડક્શન તબક્કામાં પ્રવેસશે. અમિતાભ બચ્ચને અંતિમ તબક્કાના શૂટિંગની શરૂઆત રણબીર કપૂરના વખાણ સાથે કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર રણબીર સાથે પોતાની તસ્વીર શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે અમિતાભ, રણબીર અને આલિયાએ બીજા તબક્કાનું શૂટિંગ હિમાચલ પ્રદેશમાં કર્યું હતું. જ્યારે ઠંડીનો પારો ચાર ડિગ્રી હતો.

            











