Exempt first time home buyers from paying tax, Kamal Pankhania
  • કમલ પાનખણિયા, સીઈઓ – વેસ્ટકોમ્બ ગ્રુપ

ચાન્સેલર જેરેમી હન્ટે ગયા અઠવાડિયે રજૂ કરેલું સ્પ્રિંગ બજેટ તાજી હવાનો આવકારદાયક શ્વાસ હતો અને વર્ષોની અધકચરી આર્થિક નીતિઓ પછી સમજદાર અને માપેલી નીતિઓ સાથે જહાજને સ્થિર રાખવાનો પ્રયાસ કરાયો હતો. મિસ્ટર હન્ટનો સર્વોચ્ચ સંદેશ એ હતો કે આ બજેટ વૃદ્ધિમાં મદદ કરવા માટે હતું.

તેમણે બજેટમાં બ્રિટિશ અર્થતંત્રને આગામી વર્ષોમાં વધુ મજબૂત અને ઝડપી વૃદ્ધિ કરવામાં મદદરૂપ બને તેવા સપ્લાય-સાઇડ પગલાંની શ્રેણીબદ્ધ રૂપરેખા આપી હતી. OBR એ પણ અહેવાલ આપ્યો હતો કે UK 2023 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મંદી ટાળી હતી અને આગાહી કરી હતી કે UK આ વર્ષે સંપૂર્ણપણે મંદી ટાળશે.

કોસ્ટ-ઓફ-લીવિંગ કટોકટીથી પ્રભાવિત ઘણા લોકો માટે વધુ સારા સમાચાર એ છે કે ચાન્સેલરે આગાહી કરી છે કે આ વર્ષના અંત સુધીમાં ફુગાવો 3% ની નીચે જશે. જે મને આશ્વાસન આપે છે. યુકેના અર્થતંત્ર દ્વારા દર્શાવવામાં આવેલી સ્થિતિસ્થાપકતા અને પ્રગતિ આપણને પ્રોત્સાહિત કરી શકે છે. ચાન્સેલરે આ બજેટમાં વ્યાપક ટેક્સ કાપ અથવા ખર્ચમાં વધારા માટેના કોઈપણ કૉલનો પ્રતિકાર કરવામાં સંવેદનશીલતાપૂર્વક કામ કર્યું છે.

ચાન્સેલરે હાલમાં રોજગારમાં ન હોય તો લોકોને કામ પર પાછા ફરવા પ્રોત્સાહિત કરવા પર અને ખાસ કરીને પચાસથી વધુ વયના લોકો અને નાના બાળકો ધરાવતા લોકોને કામ પર પાછા લાવવા પગલાં લીધા છે. આજીવન ભથ્થાને નાબૂદ કરવા અને વાર્ષિક પેન્શન યોગદાનની મર્યાદા વધારવા સહિતના સમજદાર પગલાં વયસ્ક લોકોને મહેનતથી કમાયેલા પૈસા રાખવા માટે મદદ કરશે. તો તેમના અનુભવ અને કૌશલ્યનો પણ વ્યાપક અર્થતંત્રને લાભ આપવામાં મદદરૂપ થશે.

નોકરી કરતા માતા-પિતા માટે બાળ સંભાળની જોગવાઈને 30 કલાક સુઘી વિસ્તૃત કરવાથી તેમને કામ પર પરત ફરવામાં મદદ થશે. આવા પગલાં અર્થતંત્રમાં સક્રિય કુલ વર્કફોર્સને વધારીને અર્થતંત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિને વિસ્તૃત કરવામાં મદદ કરે છે.

ચાન્સેલરે એનર્જી પ્રાઈસ કેપમાં વિસ્તરણ અને આલ્કોહોલ અને એનર્જીની ડ્યુટીમાં કાપની પણ જાહેરાત કરી છે. તેમણે કોર્પોરેશન ટેક્સમાં વધારાનો સામનો કરી શકે તેવા બિઝનેસીસને મદદ કરવાની પણ માંગ કરી હતી.

એક બિઝનેસ લીડર તરીકે મને એ જોઈને આનંદ થાય છે કે ચાન્સેલરે કોર્પોરેશન ટેક્સમાં વધારાની અસરને સરભર કરવામાં મદદ કરવા માટે સંપૂર્ણ મૂડી ખર્ચ અને સંશોધન અને વિકાસ અને નવી ટેકનીકો પર ખર્ચ કરવા માટે બિઝનેસીસને પ્રોત્સાહિત કરવા પગલાં રજૂ કર્યા છે.

વિકાસ માટે પ્લાનિંગ સિસ્ટમ અગત્યની છે. તે બ્યુરોક્રેટિક હૂપ્સની શ્રેણી બનાવીને હાઉસ બિલ્ડીંગને ડિસસેન્ટિવાઇઝ કરવા સેવા આપે છે. જ્યારે આપણે નવા ઘરો બનાવવાનો પ્રયાસ કરીએ છે ત્યારે વેસ્ટકોમ્બ ગ્રૂપ જેવા ડેવલપર્સે આગળ વધવું જોઈએ. તે સમગ્ર દેશમાં વૃદ્ધિને અટકાવવાનું વધુ મુશ્કેલ બનાવે છે. છેવટે, યુકેના દરેક ક્ષેત્રમાં વધુ ઘરોની જરૂર છે.

પ્લાનીંગ સીસ્ટમમાં સુધારો કરીને અને ડેવલપર્સને જ્યાં ઘરોની સૌથી વધુ જરૂર છે ત્યાં લક્ષ્યાંકિત પ્રોત્સાહનો આપી ઘરોના નિર્માણ કરવા માટે પ્રોત્સાહિત કરીને હાઉસિંગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવું સરકારના એજન્ડાના કેન્દ્રમાં હોવું જોઈએ.

સરવાળે, આ એક સફળ બજેટ હતું. જો કે, હું શ્રી હન્ટને વિનંતી કરું છું કે વધુ ઘરો બાંધવાથી જે લાભ થશે તેની અવગણના ન કરો. છેવટે, અમે મદદ કરવામાં વધુ ખુશ છીએ.

LEAVE A REPLY

eight + 1 =