• એજ્યુકેશન સેક્રેટરી ગેવિન વિલિયમ્સને યુનિવર્સિટીઓને કોરોનાવાયરસ સંકટ સમયે મદદ કરવા લગભગ 3 બિલીયન પાઉન્ડના સપોર્ટ પેકેજની જાહેરાત કરી છે.
  • કોરોનાવાયરસનો ફેલાવો શોધી કાઢવા માટે એક સ્માર્ટફોન એપ્લિકેશનને આ અઠવાડિયે આઇલ ઑફ વાઇટ ખાતે અજમાવવામાં આવ્યુ હતુ અને મહિનાના અંતે દેશભરમાં તેનો ઉપયોગ કરાશે
  • એડિનબરામા વૈજ્ઞાનિકો દ્વારા નવી ‘ઝડપી અને સચોટ’ કોરોનાવાયરસ એન્ટિબોડી ટેસ્ટ વિકસાવવામાં આવ્યો છે.
  • હિથ્રો એરપોર્ટે ચેતવણી આપી છે કે પ્રવાસીઓએ ફ્લાઇટ્સમાં બેસવા એક કિલોમીટર લાંબી લાઇનમાં ઉભા રહેવુ પડશે.
  • જ્હોન્સને એક સમયે એવો ભય પણ વ્યક્ત કર્યો હતો કે તે તેમના પુત્ર વિલ્ફ્રેડનુ મોઢુ જોઇ નહિ શકે.
  • યુકેના લોકડાઉનને સરળ બનાવવા માટે બોરિસ જ્હોન્સનની યોજનાઓને સફળતા મળશે, વડા પ્રધાન દ્વારા આગામી રવિવારે રાષ્ટ્રમાં પ્રાઇમ-ટાઇમ ટીવી પ્રસારણમાં ક્યારે કાર્યકારી સ્થળો અને શાળાઓ ફરી ખુલશે તે માટે સમયરેખા આપી દેવાશે.
  • બોરીસ જ્હોન્સન લોકડાઉન અંગે રવિવારે રાષ્ટ્રજોગ સંબોધન કરશે.
  • દરરોજ જીડીપીમાંથી આશરે 2 બિલીયન પાઉન્ડ સાફ થઇ જાય છે.
  • મતદાન સૂચવે છે કે બ્રિટનના 61 ટકા લોકો કડક નિયંત્રણો છૂટા કરવામાં આવે પછી પણ બાર અને રેસ્ટરન્ટમાં જતા હજૂ ગભરાય છે.
  • યુકેની વસ્તી વિશ્વના સૌથી વધુ ચિંતિત લોકોમાં એક છે જેના ચોથા ભાગની વસ્તી માને છે કે વડા પ્રધાનના ‘પાંચ ટેસ્ટની જરૂરીયાત પૂરી થાય તો પણ લોકડાઉન હળવુ ન થવું જોઈએ.
  • એવા અહેવાલો છે કે કામ પર પાછા ફરનાર કેટલાકને પડોશીઓ પોતાની સુરક્ષાને લક્ષમાં રાખી ધમકી આપી રહ્યા છે.
  • હેનકોકનેને એક-દિવસના એક લાખ ટેસ્ટ માટે પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો અને આક્ષેપ થાય છે કે લક્ષ્ય સિધ્ધ કરવા ચાલાકી કરવામાં આવી છે.
  • મંત્રીઓને ચેતવણી આપવામાં આવી હતી કે ‘સ્ટે હોમ’નો મેસેજ ખૂબ જ સારી રીતે કાર્ય કરી રહ્યો છે પણ ‘કોરોનાફોબીયા’નો ડર યુકેને પાછુ ટ્રેક પર આવવામાં અડચણ કરી શકે છે.
  • ઇન્ટરેક્ટિવ મેપ જાહેર કરાયો છે જેમાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કયા વિસ્તારમાં કેટલા લોકો કોરોનાવાયરસથી મૃત્યુ પામ્યા છે તે બતાવાયુ છે.
  • ટોચની મિડવાઇફે ચેતવણી આપી હતી કે કોરોનાવાયરસથી બાળકોના મૃત્યુમાં વધારો થઈ શકે છે, કારણ કે મુશ્કેલ ગર્ભાવસ્થા ધરાવતી મહિલાઓને હોસ્પિટલોમાં જવાથી ડરે છે.
  • લેબર નેતા સર કૈર સ્ટાર્મરે વડા પ્રધાન બોરીસ જ્હોન્સન પર કટોકટીના દરેક તબક્કે ધીમા હોવાનો આરોપ લગાવ્યો હતો.
  • રાયનએરે નોકરીમાં 3,000નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. કારણ કે એપ્રિલથી જૂન વચ્ચેના શેડ્યૂલના તેમણે 1 ટકાથી ઓછી કામગીરી કરી હતી.
  • એજ્યુકેશન સેક્રેટરી ગેવિન વિલિયમ્સને જણાવ્યું હતું કે શાળાઓ ‘તબક્કાવાર’ ખોલવામાં આવશે. એટલે કે બધા બાળકો એક જ સમયે પાછા આવશે નહીં. પણ શાળાઓ ફરી ક્યારે શરૂ થશે તે તેમણે જણાવ્યુ નહતુ.
  • કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક નિષ્ણાંતે જણાવ્યું હતું કે તેઓ હવે માને છે કે હોસ્પિટલો કરતાં કેર હોમ્સમાં વધુ લોકો મરી રહ્યા છે.
  • સ્કોટલેન્ડમાં થતા મોત પૈકી અડધા મોત હોસ્પિટલોમાં થાય છે જ્યારે બાકીના કેરહોમમાં થાય છે.
  • પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના ડેટા મુજબ દેશના તમામ નર્સિંગ હોમ્સમાંથી લગભગ ત્રીજા ભાગમાં કોરોનાવાયરસનો ફેલાવો થયો છે.
  • યુકેના ટ્રાવેલ એજન્ટ ટીયુઆઈએ આગામી છ અઠવાડિયાના તમામ હોલીડે બુકિંગ રદ કરી દીધા છે.
  • લૉકડાઉનના કારણે પર્યટકો વગર પૈસા કમાઇ શકતી ન હોવાથી વિન્ડસર અને મેઇડનહેડ બરો કાઉન્સિલને નાદારી ફાઇલ કરવી પડી તેમ છે.
  • વિદેશથી આવેલી મિડવાઇફ્સ અને સોશ્યલ વર્કર્સ કોરોનાવાયરસ સંકટ દરમિયાન કાર્ય કરી શકે તે માટે ઓછામાં ઓછા એક વર્ષ માટે તેમના વિઝા ઓટોમેટીક રીન્યુ કરી આપવામાં આવશે.
  • ઇબોલા માટેની દવાના ઉત્પાદક ગિલિયડના જણાવ્યા અનુસાર કોવિડ-19થી ગંભીર રીતે બીમાર 397 લોકોને રીમડેસિવીર દવા આપવામાં આવતા પ્રારંભિક તબક્કામાં આશાસ્પદ પરિણામો આવ્યા હતા.
  • બાળકો અને કિશોરોમાં કોરોનાવાયરસને કારણે ‘ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ’ થવાની સંભાવનાઓ છે. કાવાસાકી રોગ જેવી બીમારીના કારણે પેટમાં દુખાવો થાય છે અને ‘ગેસ્ટ્રોઇંટેસ્ટીનલ લક્ષણો’ શરૂ થાય છે.
  • ટ્રાન્સપોર્ટ ફોર લંડન દ્વારા 7,000 કર્મચારીઓને ફર્લો કરવામાં આવ્યા છે ત્યારે લૉકડાઉન હળવુ કરવાથી લંડનનું ટ્રાન્સપોર્ટ નેટવર્ક ખોટકાઇ શકે છે.
  • મિનીસ્ટર્સે સ્વીકાર્યું છે કે સરકાર દિવસના 100,000 ટેસ્ટ કરવાના મેટ હેન્કોકના લક્ષ્યાંકને ‘સંભવિત’ ચૂકી જશે. જે લક્ષની તારીખ 30 હતી.
  • એક મતદાનમાં 67 ટકા લોકો માને છે કે સરકારે લોકડાઉન લાદવામાં મોડુ કર્યું હતુ.
  • રાજકારણીઓ અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સાયન્ટીફીક એડવાઇઝરી ગૃપ ફોર ઇમર્જન્સીઝ પ્રભાવિત થયુ હોવાનો દાવો કરાતા નવા પ્રશ્નો ઉભા થયા છે.
  • એનએચએસ માટે વિક્રમરૂપ ભંડોળ ઉભું કરનાર હીરો ટોમ મૂરને કર્નલ તરીકે બઢતી આપવામાં આવી છે અને તેમનો 100 મો જન્મદિવસ આરએએફ ફ્લાયપેસ્ટથી સન્માનિત કરવામાં આવ્યો છે.
  • ટોચના સર્જનોએ ચેતવણી આપી છે કે જો આ તબક્કે બ્રિટનમાં કડક લોકડાઉન હટાવવામાં આવશે તો હજારો લોકો કોવિડ-19થી મૃત્યુ પામશે.
  • કેર ક્વોલિટી કમિશન (સીક્યુસી)ના અહેવાલો મુજબ કેર હોમ્સમાં દરરોજ સરેરાશ 400 લોકો કોરોનાવાયરસથી મૃત્યુ પામે છે.
  • યુકેની હૉસ્પિટલોમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યા ઘટતી જાય છે ત્યારે સરકાર બ્રિટનના હાલના લોકડાઉનને હળવુ કરવાની યોજના ધરાવે છે.
  • નવા આંક મુજબ બ્રિટન, વૈશ્વિક કોવિડ-19 મૃત્યુદરના કોષ્ટકમાં ત્રીજા ક્રમે પહોંચ્યું છે.