પ્રતિકાત્મક તસવીર(istockphoto)

ભોપાલમાં ટોળાએ સ્કૂટી પર જઈ રહેલી યુવતીને પરાણે બુરખો કઢાવતો ચકચારી વિડિયો સોસિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. યુવતી પોતાના પુરુષ મિત્ર સાથે ટુ વ્હિલરમાં જઈ રહી હતી, ત્યારે એક ટોળાએ તેને અટકાવી હતી. અહેવાલો મુજબ યુવતી અને તેના મિત્રને અટકાવ્યા બાદ ટોળામાં સામેલ કેટલાંક લોકોએ બુરખા સામે વાંધો ઉઠાવ્યો હતો અને બુરખો કાઢી નાંખવા કહ્યું હતું. વાઇરસ વીડિયોમાં જોવા મળે છે કે ટોળામાં સામેલ કેટલાંક લોકોએ યુવતીને કહ્યું હતું કે તમારા જેવા લોકો સમાજને બદનામ કરે છે. યુવતી બુરખો ઊંચો કર્યો ત્યારે તેને માસ્ક કઢાવવાની પણ ફરજ પાડી હતી. વિડિયોમાં જોવા મળે છે કે આ યુવતી અને તેનો સાથીદાર તેમને જવા દેવા માટે ટોળાને વિનંતી કરે છે. યુવતીએ પોલીસમાં કોઇ ફરિયાદ નોંધાવી નથી. જોકે પોલીસે બે યુવકોની ધરપકડ કરી હતી અને પછી છોડી મૂક્યા હતા. આ વીડિયો શનિવારનો હોવાની શક્યતા છે.