કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પાટણમાં ચૂંટણીસભાને સંબોધન કર્યું હતું.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રવિવારે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાંથી અબજોપતિઓ માટે સરકાર ચલાવે છે, જ્યારે મુખ્યપ્રધાન નવીન પટનાયક ઓડિશામાં કેટલાંક પસંદગીના લોકો માટે કામ કરતી સરકારનું નેતૃત્વ કરે છે.

કટકના સાલેપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે બીજેડી અને ભાજપ એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા હોવા છતાં, વાસ્તવમાં તેઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. અંકલ-જી અને નવીનબાબુએ ઓડિશાને PAANN આપ્યું છે. PAANN એટલે… PA- પાંડિયન (નવીન પટનાયકના નજીકના IAS અધિકારી), A- અમિત શાહ, N- નરેન્દ્ર મોદી, N- નવીન પટનાયક. તેઓએ સાથે મળીને તમારા પૈસા લૂંટી લીધા છે. ખાણ કૌભાંડ દ્વારા રૂ.9 લાખ કરોડની લૂંટ કરવામાં આવી હતી. જમીન હડપ કરીને રૂ.20,000 કરોડની લૂંટ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

nineteen − two =