ચારધામ યાત્રા પરના એક ગમખ્વાર અકસ્માતમાં રવિવારે સાંજે ઓછામાં ઓછા 25 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. મધ્યપ્રદેશના પન્નાથી 28 શ્રદ્ધાળુઓને લઇને જઈ રહેલી બસ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના યમુનોત્રી નેશનલ હાઇવે પર 150 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. (PTI Photo)

ચારધામ યાત્રા પરના એક ગમખ્વાર અકસ્માતમાં રવિવારે સાંજે ઓછામાં ઓછા 25 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. મધ્યપ્રદેશના પન્નાથી 28 શ્રદ્ધાળુઓને લઇને જઈ રહેલી બસ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના યમનોત્રી નેશનલ હાઇવે પર 150 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી.

ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે નિવેદનમાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના પન્નાથી 40 લોકો બસમાં યમુનોત્રી જઈ રહ્યા હતા. આ દરમિયાન બસ ખીણમાં ખાબકી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 25 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ સિવાય અન્ય લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અકસ્માતમાં જાનહાની અંગે દુઃખ શોક વ્યક્ત કર્યો હતો અને રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી હતી. વડાપ્રધાને અકસ્માતના મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયા જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા વળતરની જાહેરાત કરી છે.

આ દુર્ઘટના બાદ ઉત્તરકાશી પોલીસ અને SDRFની ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. ઉત્તરકાશીના એસપીએ અકસ્માતની પુષ્ટિ કરી હતી. મૃત્યુ પામેલા લોકો મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું કહેવાય છે. ઘટના બાદ ઘટનાસ્થળે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.