પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સરકારે વ્યાજમુક્ત ‘બાય નાઉ, પે લેટર’ના આકરા નિયમો માટે પ્રસ્તાવ મૂક્યો છે પરંતુ આ સખત નિયમો ઓછામાં ઓછા 2024 સુધી અમલમાં આવે તેમ લાગતું નથી. જીવનનિર્વાહની કિંમત સતત વધી રહી છે ત્યારે સરકારનું આ પગલું “અંધકારમય શિયાળા”નો સામનો કરી રહેલા ગ્રાહકોને મદદ કરવા માટે ખૂબ જ મોડુ હશે.

ટ્રેઝરી દ્વારા દર્શાવેલ નવી દરખાસ્તો અનુસાર લેન્ડર્સે ગ્રાહકોની એફોર્ડેબીલીટી ચેક કરવાની જરૂર પડશે અને BNPL પ્રમોશન દર્શાવતી જાહેરાતો “વાજબી, સ્પષ્ટ અને ગેરમાર્ગે દોરનારી નથી” તેની ખાતરી કરવા માટે કહેવાશે.

BNPL ક્રેડિટ ઓફર કરતી ફર્મને પણ ફાઇનાન્શિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA) દ્વારા મંજૂર કરવાની રહેશે અને ગ્રાહકો ફાઇનાન્શિયલ ઓમ્બડ્સમેન સર્વિસ (FOS) પાસે ઔપચારિક ફરિયાદો નોંધાવી શકશે.

ટ્રેઝરીએ જણાવ્યું હતું કે સરકાર “આ વર્ષના અંત સુધીમાં” સૂચિત નિયમો પર સલાહ લેશે, જ્યારે ગૌણ કાયદો 2023ના મધ્ય સુધીમાં સંસદ સમક્ષ રજૂ થશે.