C-295 transport aircraft will be manufactured in Vadodara

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 નવેમ્બરથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે જઇ રહ્યા છે. આ અવસરે તેઓ વડોદરામાં ભારતીય વાયુસેનાના C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2021માં ભારતીય વાયુસેનાએ 56 નવા C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની ખરીદી માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે રૂપિયા 21 હજાર કરોડથી વધુ રકમના કરાર કર્યા હતા. આ કરાર અનુસાર એરબસ કંપની 16 એરક્રાફ્ટ ફ્લાઇટ કંડીશનમાં ભારતને સપ્લાય કરશે. જ્યારે બીજા 40 એરક્રાફ્ટનું વડોદરામાં ટાટા એડવાન્સ સિસ્ટમ્સ દ્વારા નિર્માણ કરવામાં આવશે. નોંધપાત્ર બાબત એ છે કે ભારતમાં ખાનગી કંપની દ્વારા મિલિટરી એરક્રાફ્ટના ઉત્પાદનની આ પ્રથમ ઘટના હશે.

LEAVE A REPLY

2 × 1 =