Hand touching virus model on dark background

ડો. યુવા અય્‍યર
આયુર્વેદિક ફિઝિ‌શિયન

સામાન્ય રીતે અલ્ઝાઇમર ડિસિઝ કે ડિમેન્શીયાથી ઓળખાતો રોગ માત્ર વૃદ્ધત્વ સાથે જ સંકળાયેલો છે તેવું માનવામાં આવે છે. પરંતુ હાલના સમયમાં અલ્ઝાઇમર ડિસિઝનો વ્યાપ જે રીતે વધી રહેલો જોવા મળે છે તે સાથે માણસની સરેરાશ ઉંમર પણ વધી રહી છે, ત્યારે વૃદ્ધત્વ સાથે સંકળાયેલા ઘણાં રોગો વિષયક રીસર્ચ આવા રોગ વિશેની નાની-મોટી ઘણી વિગતો જણાવી રહી છે. અલ્ઝાઇમર ડિસિઝ વિશે થોડાં વર્ષો પહેલાં સામાન્ય લોકો લગભગ અજાણ હતા. ઉંમર વધવાની સાથે મેમરી લોસ થાય તથા વૃદ્ધ વ્યક્તિની પર્સનલ અને સોશિયલ બિહેવિયરમાં ફેરફાર થવો એ ખૂબ સહજતાથી સ્વીકારી લેવામાં આવતું હતું. પરંતુ આરોગ્યપ્રદ ખોરાક, મેડીકલ કેર, વ્યક્તિગત હેલ્ધી અને એક્ટિવ

લાઇફસ્ટાઇલ જીવતાં વૃદ્ધ વ્યક્તિઓમાં ઉંમરના 60 પછીના કે 70 પછીનાં પડાવે અચાનક ફેરફાર થતો જોવામાં આવે ત્યારે એ બદલાવ સામાન્ય નથી એટલું તો સમજી શકાય છે. જાગ્રત વ્યક્તિ તો સ્વયં પોતે પણ પોતાનાં માનસિક અને આંતરિક વ્યવહારમાં આવી રહેલાં બદલાવનાં સંકેતો વિશે જાણી શકે છે. નજીકનાં ફેમિલી મેમ્બર્સ આ બાબતની નોંધ લેતા થઇ જાય છે. અને મેડીકલ હેલ્પ માટે સક્રિય બને છે. સામાન્ય રીતે અગાઉનાં સમયમાં ઉંમર થઇ એટલે “સાઠે બુદ્ધિ નાઠે” જેવી માન્યતા હતી અને તેથી જ સ્વાભાવમા થતા ફેરફાર સામાન્ય માનીને સ્વીકારી લેવામાં આવતા હતા જેને કારણે વૃદ્ધત્વમાં થતી નાની-મોટી શરીરિક તકલીફો જેવી કે અશક્તિ, સાંધાના દુઃખાવા, ઉંઘ ઘટી જવી, ખાંસી-કફ, વારંવાર ઇન્‍ફેકશન થવું, શરીરખૂબ દૂબળું થઇ જવું જેવી તકલીફ ઉપરાંત અલ્ઝાઇમર ડિસિઝને કારણે થતાં બ્રેઇન ફંકશનની અનિયમિતતાની આડઅસરથી વ્યક્તિ વધુ પીડા ભોગવે છે. આથી જ બ્રેઇનમાં થતાં અચાનક ડિજનરેટીવ ફેરફારના સંકેતો વિશે જાણી અને તેના યોગ્ય ઉપચાર કરવા જરૂરી બને છે.

અલ્ઝાઇમર ડિસિઝ અટકાવવો શક્ય છે?
કોઇ પણ રોગને થતો અટકાવવા માટે તે રોગ થવાનાં કારણો વિશે જાણી તેને દૂર કરવા જરૂરી હોય છે. અલ્ઝાઇમર રોગ થવાનાં મુખ્ય કારણ તરીકે આધુનિક વિજ્ઞાન બ્રેઇનમાં થતાં ફેરફારને જવાબદાર જણાવે છે. બ્રેઇનની બનાવટના કોષ જેને ન્યૂરોન્સ કહે છે. લગભગ બિલિયનની સંખ્યામાં રહી અને મગજનાં સંદેશા વહન, વિવિધ જૈવ રાસાયણિક ક્રિયાઓ, શારીરિક હલન-ચલન, માનસિક વ્યવહારો માટે ન્યૂરોન્સ જવાબદાર છે. તેમની વચ્ચે ઇલેકટ્રીકલ અને કેમિકલ સિગ્નલ્સની આપ-લેથી આ કાર્યો થતાં રહેતા હોય છે. બ્રેઇન યોગ્ય રીતે કાર્ય કરી શકે તે માટે બ્રેઇનમાં રક્તસંચારણ અવિરત થવું આવશ્યક છે. બ્લડ સર્કયુલેશનથી મગજને પૂરતાં પ્રમાણમાં ઓક્સિજન અને ઉર્જા મળી રહેતી હોય છે. આ ઉપરાંત શરીરનાં અન્ય કોષોમાં જે રીતે ઘસારો અને નવસર્જન ચાલ્યા કરતું હોય છે પરંતુ બ્રેઇનના ન્યૂરોન્સ ખૂબ લાંબો સમય ટકી શકતાં હોય છે, તેમ છતાં પણ ઘસારો દૂર થાય તથા પોષણ મળે તે માટે ન્યૂરોન્સનાં એકબીજા સાથેનાં જોડાણ અને સંદેશા વગેરેની આપ-લેની પ્રક્રિયાથી ન્યૂરોન્સ સક્રિય અને ટકી રહેતાં હોય છે.

બ્રેઇન ફંકશન સુચારૂરૂપે ચાલ્યા કરે તે માટે ન્યૂરોન્સનું યોગ્ય મેટાબોલિઝમથી પોષણ અને રક્તસંચારણ મેળવવું અને સંદેશાની આપ-લે માં બાધા ન થવી જરૂરી છે અલ્ઝાઇમર ડિસિઝ દરમિયાન ન્યૂરોન્સને નુકશાન થતું જોવા મળે છે. આ માટે સેલની આજુબાજુ રહેલાં પ્રોટીનમાં પ્લેકનું જામી જવું કે ન્યૂરોફાઇબર્સનું ગંઠાઇ જવું કારણભૂત હોય છે. જેને કારણે ન્યૂરોન્સના પોષણ રક્તસંચાર અને સંદેશા વ્યવહારમાં બાધા થાય છે.

બ્રેઇનમાં થતી આ વિકૃતિને વધતી ઉંમર અને ડિજનરેટીવ પ્રોસેસ, કોઇ કિસ્સામાં હેરિડિટરી તો કોઇ કિસ્સામાં અનઆરોગ્યપ્રદ પોષણ, માનસિક સ્થિતિ અને લાઇફસ્ટાઇલ કારણભૂત માનવામાં આવે છે. વિજ્ઞાન હજુ સુધી કોઇ એક કે સચોટ કારણ સુધી પહોંચી શક્યું નથી. આથી આવા બધાં જ અનારોગ્યપ્રદ કારણો જે ન્યૂરોન્સને નુકશાન પહોંચાડી શકે તે વિશે જાણી અને તેને દૂરકરવા જરૂરી છે. આ ઉપરાંત બ્લડ સર્કયુલેશન સાથે જોડાયેલા હાઇ બ્લડપ્રેશર, સ્ટ્રોક, ડાયાબિટીસજેવા રોગની યોગ્ય સારવાર લઇ શરીરના પોષણ, સક્રિયતા અને આરોગ્યપ્રદ જીવનશૈલી પર ધ્યાન આપવું જોઇએ.

રોગના ચિહનોને જાણો – ચેકઅપ કરાવો.

યાદશક્તિ ઘટી જવી.
કોઇ પણ બાબતમાં ધ્યાન કેન્દ્રિત ન થઇ શકે.
રોજ-બ-રોજની ક્રિયાઓ ન થઇ શકે કે ધીમા પડી જવાય.
વ્યવહારમાં બદલાવ.
ડિપ્રેશન – મૂડ સ્વીંગ.
શું થઇ રહ્યું છે? ક્યાં છું? ભાન ભૂલી જવું.
આક્રમક વર્તન.
અકળામણ અનુવવી.

LEAVE A REPLY

two × 5 =