પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC)ના ડેટા અનુસાર 2025માં કેનેડાએ 80% ભારતીય વિદ્યાર્થીની વિઝા અરજીઓ નકારી કાઢી હતી, જે એક દાયકામાં સૌથી વધુ છે. એશિયા અને આફ્રિકાના અન્ય દેશોના અરજદારોની વિઝા અરજીઓ પણ નકારી કાઢવામાં આવી છે પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે.

કેનેડાના આ પગલાથી ત્યાંની કૉલેજોમાં નોંધણી પર પણ અસર પડી છે. કેનેડિયન સરકારના ડેટા અનુસાર, 2024માં કેનેડાએ ફક્ત 1.88 લાખ નવા ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો, જ્યારે બે વર્ષ પહેલા સુધી આ સંખ્યા બમણાથી વધુ હતી.

2024માં જ કેનેડાએ 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને વિઝા આપ્યા હતાં, જેમાંથી 41 ટકા માત્ર ઈન્ડિયન અને 12 ટકા ચાઈનીઝ હતા. જોકે હવે કેનેડા પોતાની ઈમિગ્રેશન પોલિસી ખૂબ જ સખ્ત બનાવી રહ્યું છે અને દેશમાં સર્જાયેલી હાઉસિંગ તેમજ જોબ ક્રાઈસિસ માટે પણ લોકો ઈમિગ્રન્ટ્સને જ જવાબદાર માની રહ્યા હોવાથી સરકારને ઈમિગ્રન્ટ્સની સંખ્યા કાબૂમાં લેવા માટે સખ્ત પગલાં લેવાની ફરજ પડી છે.

ડિસેમ્બરમાં જ કેનેડાએ સ્ટૂડન્ટ વિઝા માટે 20,635 કેનેડિયન ડોલરનું બેલેન્સ ફરજિયાત કર્યું હતું, આ ઉપરાંત સ્ટૂડન્ટ્સ પાસેથી તેઓ કેનેડા કેમ આવવા માગે છે અને ભણવાનું પૂરું થયા બાદ તેઓ શું કરવા માગે છે તેનો ક્લીયર પ્લાન પૂછવાનું શરૂ કરાયું હતું, જેના કારણે મોટાાગના ઈન્ડિયન્સ ચાલુ વર્ષે વિઝા નહોતા મેળવી શક્યા.

2025માં કેનેડા 4.37 લાખ સ્ટડી પરમિટ ઈશ્યૂ કરવાનું છે જેમાં 73,000 પોસ્ટગ્રેજ્યુએટ સ્ટૂડન્ટ્સ માટે રિઝર્વ રહેશે જ્યારે 2.43 લાખ પરમિટ અંડરગ્રેજ્યુએટ્સ અને અન્ય પ્રોગ્રામમાં એડમિશન લેનારાને ઈશ્યૂ કરાશે જ્યારે 1.20 લાખ પરમિટ સ્કૂલના સ્ટૂડન્ટ્સને અલોટ થશે.

LEAVE A REPLY