જૂનાગઢમાં કોંગ્રેસની 10 દિવસની પ્રશિક્ષણ શિબંરનું પક્ષના પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ 10 સપ્ટેમ્બરે ઉદ્ઘાટન કર્યું હતું. (AICC via PTI Photo)

જૂનાગઢમાં કોંગ્રેસની 10 દિવસની પ્રશિક્ષણ શિબંરનું પક્ષના પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ 10 સપ્ટેમ્બરે ઉદ્ઘાટન કર્યું હતું. અગાઉ કોંગ્રેસે આનંદમાં આવી શિબિરનું આયોજન કર્યું હતું અને તેનું ઉદ્ઘાટન રાહુલ ગાંધીએ કહ્યું હતું. પાર્ટીના ‘સંગઠન સૃજન અભિયાન’ (પક્ષ સંગઠનને મજબૂત બનાવવાનું અભિયાન) હેઠળ 10 થી 19 સપ્ટેમ્બર દરમિયાન જૂનાગઢમાં 10 દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાર્ટીના નેતા રાહુલ ગાંધી ભાગ લેવાના છે.

ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને સંબોધન કરતાં ખડગેએ કહ્યું હતું કે પાર્ટીને મજબૂત બનાવવા માટે, તેની વિચારધારાને સમર્પિત લોકોની ઓળખ કરવાની જરૂર છે.કોંગ્રેસે દેશના લોકોને બંધારણ અને મતદાનનો અધિકાર આપ્યો છે, જ્યારે શાસક ભાજપ આ સંસ્થાઓને નબળી બનાવી રહ્યું હતું.મતદાર યાદી સુધારણાના સંદર્ભમાં બિહારમાં જે બન્યું તેનું પુનરાવર્તન ભાજપ દેશના અન્ય ભાગોમાં પણ કરશે. ભગવા પક્ષ “મત ચોરી” દ્વારા ગુજરાતમાં સત્તામાં આવ્યો છે.તમે બધા જાણો છો કે સુરત લોકસભા મતવિસ્તારમાં શું થયું. એટલા માટે આપણને પાર્ટીની વિચારધારાને સમર્પિત લોકોની જરૂર છે. ગુજરાતમાં આવા કોંગ્રેસીઓની કોઈ કમી નથી. પરંતુ આપણે તેમને ઓળખવા પડશે, જેથી પાર્ટી મજબૂત બને. તમે બધા ધીરજ અને સખત મહેનત સાથે આગળ વધવા માટે તૈયાર રહો. અમે તમને વિવિધ સ્તરે ટેકો આપીશું.

મહાત્મા ગાંધી અને સરદાર પટેલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે તમે અમને બે ગુજરાતીઓ આપ્યા, જેમણે દેશને આઝાદી અપાવી. તેમણે દેશને એક કર્યો. હવે, તમે અમને બે વધુ ગુજરાતીઓ આપ્યા છે જેઓ આઝાદી વિરુદ્ધ કામ કરી રહ્યા છે. તેઓ લોકોને વિભાજીત કરી રહ્યા છે. અહીં તેઓ દેખીતી રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ટીકા કરી રહ્યા હતા.

LEAVE A REPLY