શીખ અલગતાવાદી નેતાની હત્યામાં ભારતની સંડોવણી અંગેના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપોને ખૂબ જ ગંભીર ગણાવતા અમેરિકાએ જણાવ્યું હતું કે વોશિંગ્ટન આ મામલાની તપાસ માટે કેનેડાના પ્રયાસોને સમર્થન આપે છે અને નવી દિલ્હીને સહકાર આપવા પ્રોત્સાહિત કરે છે.

યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (NSC) કો-ઓર્ડિનેશન ફોર સ્ટ્રેટિક કમ્યુનિકેશન જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે અમારું માનવું છે કે સંપૂર્ણ પારદર્શક વ્યાપક તપાસ યોગ્ય અભિગમ છે, જેથી કરીને આપણે બધા જાણી શકીએ કે શું થયું છે. હું રાજદ્વારી વાતચીત જાહેર કરવા માગતો નથી.  ચોક્કસપણે પ્રેસિડન્ટે આ ગંભીર આરોપોને ધ્યાનમાં લીધા છે અને તે ખૂબ જ ગંભીર છે અને અમે આની તપાસ કરવાના કેનેડાના પ્રયાસોને સમર્થન આપીએ છીએ

 

LEAVE A REPLY

4 × four =